સલમાન ખાન સ્કૂલના દિવસોમાં ટીચર સાથે ફ્લર્ટ કરતો હતો!!

0
43


મુંબઈ,તા.૧૭
બોલીવુડનાં ‘દબંગ’ સલમાન ખાનનું કહેવું છે કે તે સ્કૂલનાં દિવસોમાં પોતાની ટીચર સાથે ફ્લર્ટ કરતો હતો. સલમાને ‘દસ કા દમઃ દમદાર વીકેન્ડ’નાં આગામી એપિસોડની શૂટિંગ દરમિયાન સ્કૂલનાં કિસ્સાઓ સંભળાવ્યા હતા. જ્યારે સલમાન ખાનને પહેલી વાર ટીચર સાથે પ્રેમમાં પડવાનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે તે સ્કૂલમાં હતો ત્યારે તેની ટીચર સાથે ફ્લર્ટ કરતો હતો.
તેણે એ પણ સ્વીકાર્યું કે તે પોતાની સ્કૂલ ટીચરને સાઇકલ પર ઘરે મુકવા જતો હતો. તેણે કહ્યું કે, “કોઇને પોતાની ટીચર પર ક્રશ ના રહ્યો હોય એ સંભવ નથી. મોટાભાગનાં લોકો આને સ્વીકાર નથી કરતા પરંતુ હું જાહેરમાં કહું છું કે હું મારી ટીચર સાથે ઘણું જ ફ્લર્ટ કરતો હતો.” સુપરસ્ટાર સલમાન ખાન ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ સલમાન સાથે જોવા મળસે. તેણે પ્રિયંકા ચોપરાને રિપ્લેસ કરી છે.
સલમાન ખાન અત્યારે ટીવી શો ‘દસ કા દમ’માં જોવા મળી રહ્યો છે. તે છેલ્લી ઘણી સીઝન્સ થી આ શોને હોસ્ટ કરી રહ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY