મ.પ્રદેશમાં દુષ્કર્મ કેસમાં કોર્ટનો સિમાચિન્હ ચુકાદો
ભોપાલ,તા.૨૧
મધ્ય પ્રદેશમાં બળાત્કારના કેસમાં કોર્ટનો સિમાચિન્હ ચુકાદો સામે આવ્યો છે. કોર્ટે ચાર્જશીટ દાખલ થયાના ૨૪ જ કલાકમાં જ સજા ફટકારી છે. એક બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં દોષિત સગીરને જુનેવાઈલ કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી છે.
મહત્વની વાત એ છે કે, આ કેસમાં ગઈ કાલે સોમવારે જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી અને અદાલતે એ જ દિવસે દોષિતને સજા ફટકારી દીધી હતી. બળાત્કારના કેસનાં ભારતમાં સૌથી ઝડપી કોર્ટ કાર્યવાહી તરીકે આ કેસને લેખાવવામાં આવી રહ્યો છે.
મધ્ય પ્રદેશના ઘાટિયા પોલીસ સ્ટેશન પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, ‘પીડિતા બાળકીના પરિજનો સ્વતંત્રતા દિવસે તેને પાડોસના એક ૧૪ વર્ષના છોકરા સાથે રમતી મુકીને કામે ગયા હતાં. પરંતુ તે દરમિયાન બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
ઉજ્જૈનના પોલીસ અધિક્ષક (એસપી) સચિન અતુલકરનું કહેવું છે કે, બળાત્કાર બાદ સગીર ગામમાંથી નાસી છુટ્યો હતો. ૧૬ ઓગષ્ટની રાત્રે તેને ચૌકહલા વિસ્તારમાં એક સંબંધીના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે તત્પરતા દાખવી કેસની તપાસ હાથ ધરી હતી. ચાર જ દિવસમાં ઉજ્જૈન પોલીસે કાર્યવાહી પૂરી કરી સોમવારે જજ તૃપ્તિ પાંડેની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જજે ચાર્જશીટ રજુ થયાના ગણતરીના કલાકોમાં જ નિર્ણય સંભળાવી દીધો હતો. દોષિત સગીરને સિવની જૂનેવાઈલ હોમમાં સજાના ભાગરૂપે બે વર્ષ વિતાવવાનો આદેશ કોર્ટે કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



