બેરોજગારી સૌથી મોટી સમસ્યા

0
11

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનુ ભાષણ રાજનીતિથી પ્રેરિત રહે છે. હોવુ પણ જાઇએ. આ ભાષણ દેશના વડાપ્રધાન માટે એક તક હોય છે જ્યારે તે દેશની પ્રજાને પોતાના રાજકીય કામકાજના સંબંધમાં માહિતી આપે છે. આને લઇને કેટલાક વિપક્ષી નેતા અને ટીવી એન્કર વાંધો ઉઠાવી રહ્યા હતા. પરંતુ નિષ્ણાંત વર્ગની ચિંતા જુદી રહી હતી. ભાષણ સાંભળતી વેળા નિષ્ણાંતો જે બાબતને લઇને વિચારી રહ્યા હતા તે બાબત બેરોજગારીની હતી. ભાષણ વેળા વડાપ્રધાન એ પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા જે જનતાના મનમાં છે. થોડાક દિવસ બાદ જ એક નવો હેવાલ સપાટી પર આવી ગયો છે. ઇÂન્ડયા ટુડે અને આજ તક સમાચાર ચેનલના કારવી એજન્સી દ્વારા પોતાના છ માસિક રાષ્ટ્રીય જનમતના સર્વે પરિણામ જારી કરી દીધા છે. જનમતના આંકડા કેટલાક ચિત્રને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

આ વખતના સર્વેના તારણ સાબિત કરે છે કે દેશના શાસકોના મનમાં અને જનતાના મનમાં જે બાબતો છે તેમાં અંતર સતત વધે છે. સર્વેના કહેવા મુજબ જનતાની સૌથી મોટી ચિંતા બેરોજગારીને લઇને છે. છેલ્લા એક વર્ષના ગાળામા ંજ બેરોજગારીને સૌથી મોટી સમસ્યા તરીકે ગણાવનાર લોકોની સંખ્યા ૨૭ ટકાથી વધીને ૩૪ ટકા સુધી પહોંચી ગઇ છે. પુછવામાં આવતા લોકોએ કહ્યુ છે કે રોજગારીના મોરચે છેલ્લા ચાર વર્ષમાં સ્થતી બગડી છે. માત્ર ૧૪ ટકા લોકોએ હકારાત્મક જવાબો આપ્યા છે જ્યારે ૬૦ ટકા લોકો કહે છે કે હાલત પહેલા કરતા વધારે ખરાબ થઇ છે. એટલુ જ નહીં જ્યારે આ સર્વેમાં સરકાર અને મોદીની સૌથી મોટી નિષ્ફળતા દર્શાવવા માટે કહેવામાં આવ્યુ ત્યારે નંબર એક પર બેરોજગારીની સમસ્યા જ રહી હતી. એટલે કે માત્ર યુવા લોકો નહી દેશના લોકો પણ બેરોજગારીને સમસ્યાને લઇને પરેશાન છે. લોકસભા ચૂંટણી વેળા વડાપ્રધાને આ સમસ્યાને ઓળખી કાઢી હતી અને દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ આજના દિવસે મોદી બે કરોડ નોકરીને ઉલ્લેખ પણ ક્યારેય કરતા નથી. લાલ કિલ્લાના ઐતિહાસિક સ્થળ પરથી પોતાની અવધિના અંતિમ ભાષણમાં મોદીએ તમામ વિષય પર વાત કરી હતી પરંતુ બેરોજગારીને લઇને કોઇ વાત કરી ન હતી. બીજી સૌથી મોટી સમસ્યા મોંઘવારીની રહી છે. આ ચિંતા પણ છેલ્લા એક વર્ષની સરખામણીમાં હવે ૧૯ ટકાથી વધીને ૨૪ ટકા સુધી પહોંચી ગઇ છે. આના પર પણ મોદીએ કોઇ વાત કરી ન હતી. છેલ્લા ચાર વર્ષમાં મોંઘવારીની સ્થતી શુ છે તે અંગે પુછવામાં આવતા ૭૦ ટકા લોકો કહે છે કે મોંઘવારી વધી છે અને ૧૧ ટકા લોકો કહે છે કે મોંઘવારીમાં ઘટાડો થયો છે. સામાન્ય વ્યક્ત ફુગાવાની વાત કરતા નથી. તેમની ફરિયાદ છે કે જરૂરની વસ્તુઓ તેમની પક્ડથી બહાર થઇ ગઇ છે. જરૂરી વસ્તુઓ ખરીદવાની તેમની સ્થતી રહી નથી. તે માત્ર બજારમાં ભાવની ફરિયાદ કરી રહ્યા નથી બલ્કે પોતાની આવકમાં ઘટાડાની વાત કરે છે.

આર્થિક સ્થતી વધારે ખરાબ થઇ હોવાની વાત કરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોટબંધીને યોગ્ય ગણાવનાર લોકો હવે માત્ર ૧૫ ટકા અને ખરાબ દર્શાવનાર લોકો ૭૫ ટકા છે. નોટબંધીને લઇને પણ મોદી મૌન રહ્યા છે. જનતાની ત્રીજી સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચારની છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારની કામગીરીથી પ્રજા સંતુષ્ટ નથી. માત્ર ૨૩ટકા લોકો કહે છે કે ભ્રષ્ટાચારને રોકવામાં સફળતા મળી રહી છે. ૪૬ ટકા લોકો ભ્રષ્ટાચાર વધ્યો હોવાની વાત કરે છે. સમર્થકો કહે છે કે છેલ્લા ચાર વર્ષમાં કોઇ કોંભાડ નથી. પરંતુ વિરોધી કહે છે કે સરકારે તમામ પર ચાંપતી નજર કેન્દ્રિત કરી દીધી છે. સીએજી, ન્યાયપાલિકા પર પણ નજર રાખવામાં આવી રહી છે. જા આવી સ્થતી છે તો ભ્રષ્ટાચાર કઇ રીતે બહાર આવશે. બિરલા સહારા ડાયરીનો મામલો ચુપચાપ દફન થઇ ગયો છે. ફ્રાન્સની સાથે રફાલ વિમાનને લઇને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે પણ તમામ વાસ્તવિકતા રજૂ કરી ન હતી. ચોથી મોટી સમસ્યા ખેડુતોની આત્મહત્યાની અને કૃષિ સંકટને લઇને રહી છે. સંવેદનશીલ મુદ્દા જટિલ બનેલા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY