ભરૂચ શહેરની પરણિત મહિલાનું સોશ્યલ મીડિયા પર ખોટું એકાઉન્ટ બનાવી બદનામ કરવાના ઈરાદો કરનાર યુવકની સાયબર સેલ દ્રારા અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી પરણિત મહિલાને બદનામ કરવાના ઈરાદે ભરૂચનો યુવક નામે ગજેન્દ્ર ભૂપસિંઘ હાલ રહે, રચનાનગર સોસાયટી,જી.ઈ.બી પાસે મકતમપુર,મૂળ રહે,ઘર નંબર -૧૧ ગામ ડાંડા,પોસ્ટ,મલ્થી, જિલ્લો ચંપાવત ઉત્તરાખંડનોએ પરણિત મહિલાનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટાનો ઉપયોગ કરી તેના તને બદનામ કરવા તેના નામની ખરાબ પોસ્ટ મૂકી તેના પરીવારજનોને મેસેન્જર પર વિડિઓ કોલ કરી વીભત્સ હરકતો કરી ગુપ્ત વસ્તુઓ બતાવી હેરાન કરવાની અરજી મહિલાના પતિએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં ત્યાર બાદ આની તાપસ ભરૂચ જિલ્લા સાયબર સેલને સોંપઈ હતી.

જે અંગે ભરૂચ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમય થી સુંદર કામગીરી કરનાર સાયબર સેલ ટીમને બે અરજીઓ મળી હતી કે કોઈ યુવક દ્રારા ખોટું એકાઉન્ટ બનાવી મહિલાઓને હેરાન કરવામાં આવે છે જેના આધારે સાયબર ટીમ દ્રારા યુ.એસ.એ થી ફેસબુક આઈડી ની માહિતી મંગાવી તેનો આઈ.પી એડ્રેસ શોધી કાઢી ગજેન્દ્ર ભૂપ સિંઘને અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા આવ્યો છે.
સાયબર ક્રાઈમ દ્રારા પકડવામાં આવેલ આરોપી ગજેન્દ્ર ભૂપ સિંઘની પૂછપરછ કરતાં તને પોલિસ પાસે કબુલ્યું હતું કે તેણે કુલ ૯ જેટલા ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતાં. અને તને આવું કરવાની મઝા આવતી હોવાની કબૂલાત પણ પોલીસ પાસે કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમ સેલની સરાહનીય કામગીરી થી સોશ્યલ મીડિયા પર બદનામ થતી મહિલાઓએ રાહત નો શ્વાસ લીધો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





