ધ્રાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામે પ્રજાકલ્યાણલક્ષી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
17

રાજયના છેવાડાના માનવીને તેમના પ્રજાકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો અને તેને આનુષાંગિક દાખલાઓ, પ્રમાણપત્રોને લગતી કામગીરીનો સ્થળ પર જ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવી પ્રશ્નોનો નિકાલ કરવાના હેતુસર રાજય સરકાર દ્વારા શરૂ કરાયેલ “સેવાસેતુ” કાર્યક્રમના ચોથા તબક્કાનો પ્રારંભ ધ્રાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામેથી આજરોજ તા. ૨૪ ઓગષ્ટના રોજ સ્વકર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યઢક્ષશ્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં કરાયો હતો.

શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર પારદર્શી અને સંવેદનશીલ વહિવટ દ્વારા છેવાડામાં વસતા નાગરિકો સુધી યોજનાકિય અને વિકાસના લાભો ઉપલબ્ધ કરાવવા અને પ્રજાના આર્થિક તથા સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ એ માત્ર રાજય સરકારનો નહીં પણ સૌનો કાર્યક્રમ છે. આથી દરેક નાગરિકે તેમાં સહયોગ આપી કોઇ પણ લાભાર્થી લાભ થી વંચિત ન રહે તે બાબતને ધ્યાને લેવા અનુરોધ કર્યો હતો.

 

રાજયની સંવેદનશીલ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવીને હાથો હાથ પહોંચે તે માટે કૃતનિશ્ચયી છે તેમ જણાવતાં આ પ્રસંગે આઈ.કે.જાડેજા એ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ વસતા લોકોને યોજનાકિય લાભો તથા તેને સાધનીક દસ્તાવેજો અને પ્રમાણપત્રો તથા વિવિધ દાખલાઓ માટે જિલ્લા કે તાલુકા કક્ષાએ જવું ન પડે તે માટે રાજય સરકારે “સેવાસેતુ” કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં ચાર થી પાંચ ગામના કલ્સ્ટર દીઠ ઘરઆંગણે જ આ સેવાઓ ઉપલબ્ધ થાય તેવું નકકર આયોજન કર્યું છે.

આ તકે જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉના સેવાસેતુના ત્રણ તબકકાથી ગુજરાતમાં એક કરોડ કરતા વધારે વ્ય કિતઓ આ કાર્યક્રમ થકી યોજનાઓનો લાભ લીધો હતો. રાજય સરકાર દ્વારા યોજાતા આ કાર્યક્રમો થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે જ ઉપલબ્ધ થાય છે ત્યારે લોકોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેનો વધુમાં વધુ લાભ લેવો જોઇએ. રાજય સરકારના કર્મચારીઓ સાચા કર્મયોગી બની કામ કરી રહયા છે ત્યાઇરે રાજય સરકારના આ પ્રજાકલ્યાણના કાર્યક્રમને લોકો વધુમાં વધુ લાભ લઇને સહકાર આપે તો જ આ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક બની રહેશે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો, આધારકાર્ડ, રાશનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજજવલા અંતર્ગત ગેસ સ્ટઓવ અને દાખલાઓનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ગામના સરપંચ, ઉપસરપંચ અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાના હોદેદારો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY