પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસથી લોકોનો જીવ જોખમમાં

0
15

પાલનપુર,તા.૨૫
પાલનપુરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે રખડતા ઢોર અને તૂટેલા રસ્તાઓ શહેરીજનો માટે જીવનું જોખમ ઉભુ કરનારા બન્યા છે. ગુરુનાનક ચોક નજીક એક હજારથી વધુ ઢોરોને છોડી મુકાયા છે ત્યારે આ બાબતે નગરપાલિકા પણ બેદરકાર સાબિત થઈ છે.
શહેરીજનો વાહનચાલકો પણ ત્રસ્ત બન્યા છે જેને લઈને હવે આ રખડતા ઢોરોને નિકાલની માંગ રહી છે. પાલનપુર નગરપાલિકા જેની જવાબદારી છે આ રખડતા ઢોર નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવાની પરંતુ જેટલા કેટલાય મહિનાથી આ ઢોરો અડિંગો જમાવ્યો છે જેને લીધે અકસ્માત સર્જાય છે.
વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્કૂલે જતા બાળકો પણ આમાંથી બાકાત નથી જે પ્રકારે રાજ્ય માર્ગ છે પાલનપુરથી આબુરોડ અને ત્યાં હનુમાન ટેકરી પાસે પણ અસંખ્ય ઢોરો રસ્તા વચ્ચે જ અડિંગો જમાવ્યો છે જેને લઈને અકસ્માતો પણ સર્જાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY