જન્માષ્ટીની આ મંદિરોમાં ખાસ ધુમ

0
23

જન્માષ્ટમી તહેવારની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશમાં એમ તો કૃષ્ણ ભગવાનના અનેક મંદિરો દરેક રાજ્યોમાં રહેલા છે અને ત્યાં શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે પરંતુ કેટલાક ખાસ મંદિરો છે જેને લઇને શ્રદ્ધાળુઓ વિશેષ રીતે જાડાયેલા છે. જ્યાં લાખોની સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ પહોંચે છે. શ્રદ્ધાળુઓ અહીં જન્માષ્મી મનાવવા માટે પહોંચે છે. આ કૃષ્ણ મંદિરોમાં મનાવવામાં આવતી જન્માષ્ટમી ખાસ હોય છે. ગુજરાતના સૌથી લોકપ્રિય કૃષ્ણ મંદિર તરીકે તેને ગણવામાં આવે છે. આ મંદિર ચાર ધામ યાત્રાના મુખ્ય હિસ્સા તરીકે છે. ચારે દામમાંતી આ હિસ્સો પશ્ચિમી ધામ છે. આ મંદિર ગોમતી ક્રિક પર સ્થિત છે અને ૪૩ મીટરની ઉચાઇ પર મંદિર બનાવવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના પર્વ પર અહીં ખાસ ઉમંગ માહોલ હોય છે. ગુજરાત રાજ્યમાં દ્ધારકા પોતાના ભવ્ય જન્માષ્ટિમી ઉત્સુવ માટે ઓળખાય છે. જન્માષ્ટમી દરમિયાન અહીં દુનિયાભરથી લોકો પહોંચે છે. અહીં સ્થિત દ્ધારકાધીશ મંદિરમાં જન્માષ્ટિમી તહેવારની ઉજવમી દુનિયામાં સૌથી જારદાર રીતે કરવામાં આવે છે. અહીં કૃષ્ણના નાના સ્વરૂપની પુજા કરવામાં આવે છે. અહીં તમામ પ્રકારના ધાર્મિક કાર્યોને કરવામાં આવે છે. અબોતી બ્રાહ્યણ દ્વારા તમામ પુજા વિધી કરવામાં આવે છે. જે સદીઓથી અહીં કામ કરી રહ્યા છે. જન્માષ્ટમીના પ્રસંગે અહીં દરેક વ્યÂક્ત પુજા કરતા નજરે પડી શકે છે. દ્ધારકા પણ સીધી રીતે ટ્રેન પહોંચે છે. બીજી બાજુ જામનગર એરપોર્ટ સૌથી નજીક એરપોર્ટ છે. જે માત્ર ૪૫ કિલોમીટરના અંતરે છે. આ ઉપરાંત માર્ગ સેવા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત માર્ગ સેવા મારફતે ગુજરાતના કોઇ પણ શહેરથી અહીં પહોંચી શકાય છે. દ્ધારકાથી કચ્છ જવા માટે હવે દરિયામાં ફેરી ચાલવા લાગી ગઇ છે. જે ખુબ ઓછા સમયમાં પહોંચાડી દે છે.જન્માષ્ટિમીની અલગ રીતે ઉજવણી કરવાની ઇચ્છા ધરાવતા લોકો કેટલાક શહેરોમાં જઇ શકે છે. ગુજરાતના દ્ધારકા, ઉત્તરપ્રદેશના મથુરા, વૃદ્દાવન અને ગોકુલમાં આની ઉજવણી અલગ જ રીતે કરવામાં આવે છે. આ ગાળા દરમિયાન અહીં કૃષ્ણ સાથે જાડાયેલી રાસલીલા અને મહાભારતમાં ભગવાન કૃષ્ણ સાથે જાડાયેલા સીનને પ્રોફેશનલ કલાકારો દ્વારા અદા કરવામાં આવે છે. મથુરા, વૃદ્દાવન અને ગોકુલમાં ખાસ મહત્વ રહે છે. આ ત્રણેય જગ્યાએ ચાર હજારથી પણ વધારે મંદિરો આવેલા છે. અહીં તમે આ મંદિરોમાં ફરી શકો છો. જન્માષ્ટિમીના દિવસે આ મંદિરોને ખુબ જ ખુબસુરતી સાથે સજાવવામાં આવે છે. મથુરા-વૃંદાવન તેમજ ગોકુલ ત્રણેય માર્ગ મારફતે તેમજ રેલવે મારફતે પણ પહોંચી શકાય છે. આ ત્રણેય સ્થળ દેશના તમામ ભાગો સાથે જાડાયેલા છે. મથુરા રેલવે સ્ટેશન પર દેશના પ્રમુખ પ્રમુખ શહેરોથી સીધી ટ્રેનની વ્યવસ્થા છે. મથુરાના સૌથી નજીકના એરપોર્ટ તરીકે આગરા છે. અલબત્ત દિલ્હી એરપોર્ટ પરથી પણ મથુરા પહોંચી શકાય છે.જન્માષ્ટમીના દિવસે અહીં દહી હાડીની તૈયારી કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ માખન ખાવવાના શૌકીન હતા ત બાબત તમામ લોકો જાણે છે. જેથી અહીં દર વર્ષે દહી હાંડીનુ આયોજન કરવામાં આવે છે. શહેરના જુદા જુદા ભાગોમાંથી લોકો પહોંચે છે. ગોવિન્દાઓની જુદી જુદી ટીમો દહી હાડી સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચે છે. જીતનાર ટીમને ઇનામ આપવામાં આવે છે. ભારતના મોટા મેટ્રો પોલિટન શહેર તમામ રીતે પરિવહન સાથે કનેક્ટ છે. મુંબઇ તો માર્ગ, વિમાની સેવા અને ટ્રેનથી સરળતાથી પહોંચી શકાય છે. તે તમામ મોટા શહેરો સાથે સીધી રીતે જાડાયેલ છે. રાજસ્થાનના ઝુંઝનુ ભારતના એકમાત્ર એવા સ્થળ તરીકે છે જ્યારે મુÂસ્લમ સમુદાયના લોકો દ્વારા જન્માષ્ટિમીની ઉજવણી કરવામાં આવે છે. ઝુંઝનુ રાજસ્થાનના એક પ્રસિદ્ધ જિલ્લા તરીકે છે. આ સ્થાન માટે રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાંથી નિયમિત રીતે સરકારી અને ખાનગી બસ ચાલે છે. રેલવે સ્ટેશન પણ છે. જા કે અહીં કોઇ એરપોર્ટ નથી. જયપુર સૌથી નજીકના એરપોર્ટ તરીકે છે. જ્યાથી ૧૫૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. દેશના જુદા જુદા ભાગોમાં જન્માષ્ટમીને ખાસ રીતે મનાવવા માટેની તૈયારી કરાઇ છે. મથુરામાં પણ દ્ધારકાધીશનુ મંદિર છે. અહીં ભગવાન કૃષ્ણના કાળા રંગની પ્રતિમાની પુજા કરવામાં આવે છે. અલબત્ત અહીં રાધાની મુર્તિ સફેદ રંગની છે. પ્રાચીન મંદિર હોવાના કારણે તેની વસ્તુકળા પણ ભારતની પ્રાચીન વાસ્તુકળા પ્રેરિત છે. અહીં ખાસ સકુન મળે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY