ન્યુ દિલ્હી,તા.૨૮
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની એક ટ્વીટ એ કેન્દ્ર સરકાર માટે ચિંતા વધારી દીધી છે. સ્વામીએ તાજેતરમાં માલદીવને લઇ એવી ટ્વીટ કરી છે જેનાથી ભારતનો જૂનો મિત્ર નારાજ થયો છે. આ બધાની વચ્ચે માલદીવના વિદેશ સચિવ અહમદ સરીર એ ભારતીય હાઇકમિશ્નર અખિલેશ મિશ્રાને રવિવારે બોલાવ્યા છે. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે માલદીવના વિદેશ સચિવે સ્વામીની ટ્વીટ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સિવાય સત્તાવાર રીતે પણ માલદીવની સરકારે ભારત સરકાર આગળ આ નિવેદન પર ચિંતા વ્યકત કરી છે અને તેને ચોંકાવનાર ગણાવ્યું છે.
જણાવી દઇએ કે ૨૪મી ઓગસ્ટના રોજ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી હતી કે જા માલદીવમાં ચૂંટણી દરમ્યાન ગડબડી થાય છે તો ભારતે પ્રહારો કરવા જાઇએ. સ્વામીના આ નિવેદન પર ભારત સરકારે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાની ના પાડી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે એ તેમના ખાનગી વિચારો છે, એવામાં તેઓ કોઇને કંઇપણ કહેતા રોકી શકે નહીં.
સ્વામીના આ ટ્વીટ પછી ઘણા મલાદીવના નાગરિકોએ Âટ્વટ પર રોષ દેખાડ્યો હતો. એક યુઝરે લખ્યું કે ભારતને સૌ પ્રથમ પોતાની ચિંતાઓ દૂર કરવી જાઈએ. અમે કોઈને પણ અમારા પર હુમલો કરવાની તક નહિં આપીએ. અમે લડીશું. અમને તમારી મદદની જરૂર નથી. સ્વામીએ જવાબ આપ્યો કે ચૂંટણીમાં છબરડા ન કરો.
આભાર – નિહારીકા રવિયા
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



