માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં રાખડી કાપી નાંખવા બાબતે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા

0
63

ગાંધીનગર,તા.૨૯
માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે મંગળવારે શિક્ષકોએ વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખતા વિવાદ ઉભો થયો છે. રક્ષાબંધન બાદ વિદ્યાર્થીઓ જ્યારે હાથમાં રાખડી સાથે સ્કૂલ પહોંચ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના હાથમાંથી શિક્ષકોએ રાખડી દૂર કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે બુધવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.
માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં બનેલા બનાવ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, “મંગળવારે હું આખો દિવસ ઓફિસમાં જ હાજર હતો. મને રૂબરૂમાં આવી કોઈ જ ફરિયાદ મળી નથી. પરંતુ આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ મેં મારા વિભાગને સૂચના આપી છે. અમે સ્કૂલ પાસેથી ત્રણથી ચાર દિવસમાં ખુલાસો માંગ્યો છે. આ ખરેખર અનિચ્છનિય ઘટના છે. આ પ્રકારની હરકતથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ શકે છે. કોના આદેશથી અને કોને આવું કૃત્ય કર્યું છે તેનો ખુલાસો સ્કૂલ તરફથી અપાયા બાદ શું પગલાં લેવા તેની કાર્યવાહી કરવામાં આશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY