બગોદરા આશ્રમમાં બે યુવકોએ માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચર્યુ

0
9

અમદાવાદ,તા.૨૯
અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલા મંગલ માનવ મંદિર સેવા ટ્રસ્ટમાં માનસિક રીતે અÂસ્થ૨ મગજની એક યુવતી પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બળાત્કાર ગુજારતાં યુવતીને ગર્ભ રહી ગયો હતો.
ગર્ભ રહેતાં સમગ્ર હકીકત બહાર આવી છે. સારવાર લઇ રહી હતી. ત્યારે તેની મજબૂરીનો લાભ ઉઠાવીને આશ્રમમાં કામ કરતાં બે યુવકોએ દુષ્કર્મ કરાતા યુવતીને છ માસનો ગર્ભ રહી જતાં બગોદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આશરે છ મહિના પહેલા માનસિક રીતે અસ્થિ૨ મગજની એક યુવતીને ૧૮૧ મહિલા હેલ્પપાઇનની ટીમ બગોદરા પાસે આવેલા મંગલ માનવ મંદિર સેવા આશ્રમમાં લાવી હતી. યુવતીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
તે કઇ રીતે અમદાવાદ જિલ્લા સુધી પહોંચી તે પણ તેને ખબર ન હતી. સારવાર દરમિયાન જ્યારે તેની માનસિક સ્થિતિ સારી બની ત્યારે ખબર પડી કે તે મૂળ મહારાષ્ટ્રની છે. ત્યારે યુવતી મહારાષ્ટ્રની હોવાથી તેને અને બીજા ૨૦થી૨૫ જેટલા પંડ પીડિતોને એક મહિના પહેલા મહારાષ્ટ્રમાં મુંબઇની બાજુમાં આવેલાં કરજત આશ્રમમાં મોકલી આપ્યા હતા.
જ્યાં યુવતીની તબિયત ખરાબ લાગતાં તેનું મેડિકલ ચેકઅપ કરાવતાં તેને છ મહિનાનો ગર્ભ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેથી ત્યાંની શ્રદ્ધા ફાઉન્ડેશન નામની એક એનજીઓના સામાજિક કાર્યકરએ યુવતીને પૂછતાં તેણીએ આપવીતી જણાવી હતી. આ મામલે મહારાષ્ટ્રના વેણગાવ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી રાહુલ અને રોહિત વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવાઇ હતી.
બગોદરા પોલીસે ફરિયાદના આધારે આરોપી રાહુલ રમેશભાઈ પ્રજાપતિ (હાલ રહે.ચામુંડા વિજય હોટલ બગોદરા,મૂળ રહે.ધનપુરા, રાજસ્થાન) અને રોહિત વીસભાઈ કો.પટેલ (રહે.દેવ ધોલેરા તાબાવળા)ને ઝડપી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રોહિત આશ્રમમાં રસોઇ વિભાગમાં કામ કરે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY