ચાલુ વરસાદ વચ્ચે શિક્ષણમંત્રીએ ભાતીગળ લોકમેળો ખૂલ્લો મૂક્યો

0
10

રાજકોટ,તા.૧
રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા સોરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળો સવારે ૧૦ વાગ્યે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેણે કÌšં હતું કે કેટલાક લોકો જ્ઞાતિવાદથી સમાજને તોડી રહ્યા છે. એક તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વરસાદથી લોકમેળામાં પાણીના ખાબોચીયા ભરતા ગારો-કીચડના દ્રશ્યો સર્જાયા હતા. પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં ૧૦ લાખથી વધુ લોકો ઉમટી પડે તેવીશક્યતા છે.
લોકમેળો ખુલ્લો મુકી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોરાષ્ટ્રવાસીઓને મેળાનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અમે ૩થી ૫ રૂપિયામાં મેળાની મજા માણતા હતા ત્યારે આજે ૨થી ૩ હજારમાં મેળાની મોજ માણી શકાય છે. પહેલાના અને અત્યારના મેળામાં તફાવત છે. અગાઉ સાદો મેળો હતો હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળો મનાવવામાં આવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY