ન્યુ દિલ્હી,તા.૨૭
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનની એક તસ્વીર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઇ રહીં છે. ખરેખર, આ તસ્વીરમાં હુસેન રૂમાલ બાંધી રસ્તા પર ફરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના વિકેટકીપર જાસ બટલરે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી આ તસ્વીરને શેર કરી લખ્યુ, ‘શું કોઇ આ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનને ઓળખે છે?’
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની તસ્વીર પર લોકોએ હાસ્યાપદ કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, પહેલા મે વિચાર્યુ કે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ચાલી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અમૂક યુઝર્સે અંદાજ લગાવતાં કહ્યું કે, નાસિર હુસૈન અથવા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"