સુરતમાં વૃદ્ધાએ ૯મા માળેથી લગાવી મોતની છલાંગ

0
10

સુરત,તા.૧
સુરતના વેસુ વિસ્તારમાં એક વૃદ્ધાએ ૯માં માળેથી મોતની છલાંગ મારીને આપઘાત કરી લીધો છે. આ ઘટના સુરતના પુનિય એપાર્ટમેન્ટના નવમાં માળે બની હતી. ઘટનામાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, સુરતના વીઆઈપી રોડ પર આવેલા પુનિય એપાર્ટમેન્ટમાં રહેતી મંજુબેન બરનવાલા (ઉ.વ.આ.૫૪) મૂળ બિહારના વતની હતાં. છેલ્લા ઘણા સમયથી તે બીમાર હોવાથી તેમણે બપોર બાદ નવમાં માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો. આ વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY