ઓમ કપૂરની પત્ની દિવ્યા દત્તા,જાવેદ સિદ્દીકી સામે કેસ કરશે..!!?

0
14


મુંબઈ,તા.૧
સદ્ગત અભિનેતા ઓમ પુરીની પત્ની નંદિતા અભિનેત્રી દિવ્યા દત્તા, જાવેદ સિદ્દીકી અને અમરીક મિલ સામે કાયદેસર પગલાં લેવા વિચારી રહી હોવાની માહિતી મલી હતી.
વાત એવી છે કે દિવ્યા ‘તેરી અમૃતા’ નામનું નાટક કરવા ઉત્સુક હતી. આ નાટકના અધિકારો ઓમ પુરી પાસે હતા અને દિવ્યા એમની પાસેથી આ નાટકના રાઇટ્‌સ ખરીદવાની હતી. પરંતુ દિવ્યા રાઇટ્‌સ ખરીદે એ પહેલાં ઓમ પુરીએ આપઘાત કરી લીધો હતો. હવે નંદિતાને એવી માહિતી મળી હતી કે દિવ્યા પરવાનગી કે રાઇટ્‌સ વગર આ નાટક કરવાની તૈયારી કરી રહી હતી.
દિવ્યાએ પંજાબી ગાયક ગુરુદાસ માન સાથે નવમી સપ્ટેંબરે આ નાટકનો પ્રીમિયર શો મુંબઇમાં રાખ્યો છે. એ પહેલાં એની સામે કાયદેસર પગલાં લેવાની નંદિતા પુરીની ઇચ્છા છે.
મૂળ આ નાટક પંજાબી ભાષાનું હિટ નાટક છે અને છેલ્લાં વીસ વરસથી ચાલી રહ્યું છે. શબાના આઝમી અને સદ્ગત ફારુખ શેખ આ નાટકના અસંખ્ય હાઉસફૂલ શો કરુ ચૂક્યા છે. એનું પહેલું હિન્દી રૂપાંતર ૧૯૯૨માં ભજવાયું હતું.
ઓમ પુરી સાથે દિવ્યા દત્તાએ પણ આ નાટક કર્યુ હતું. દિવ્યાની ઇચ્છા આ નાટકને ચાલુ રાખવાની હતી એટલે એણે ઓમ પુરી પાસે એના રાઇટ્‌સ માગ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY