કાનપુર,તા.૨૨
ઉત્તરપ્રદેશમાં ખાખી વર્દીમાં હોવા છતાં પોલીસકર્મીઓ નેતાઓના પગે પડવાના સમાચાર રોજ-બરોજ આવતા જ હોય છે. હવે કાનપૂરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલાના એક પોલીસ ડ્રાઇવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પ્રદેશના મંત્રીના પગે પડી રહ્યો છે.
હકીકતમાં સીએમ યોગી આદિત્યનાથના કાફલાના એક પોલીસ ડ્રાઇવરની ગાડી મંત્રી સતીશ મહાનાની કાર સાથે થોડી અથડાઇ ગઇ હતી. આવામાં મંત્રીએ ડ્રાઇવર પર ગુસ્સામાં આવીને બૂમ-બરાડા પાડી જણાવ્યું હતું કે, તેણે જાણી જાઇને ગાડી અથડાઇ છે અને પોલીસકર્મી મંત્રીના પગે પડે છે.
વીડિયોમાં સાફ દેખાઇ રહ્યું છે કે, પોલીસકર્મી વર્દીમાં હોવા છતા મંત્રીના પગે પડે છે અને જણાવે છે કે, ગાડી ભૂલથી અથડાઇ ગઇ હતી. પોલસકર્મી મંત્રીના પગે પડે છે ત્યારે મંત્રી થોડા અસહજ થઇ ગયા હતા અને તેમણે પોલીસકર્મીને પાછળ થઇ જવા જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





