યુદ્ધમાં માર્યા પણ કૃષ્ણે, મર્યા પણ કૃષ્ણ

0
93

કુરુક્ષેત્રમાં મહાભારતનુ યુદ્ધ પુરા ૧૮ દિવસ સુધી ચાલ્યુ હતુ. ત્યારબાદ પાંડવોની જીત સાથે આ યુદ્ધની પૂર્ણાહુતિ થઇ હતી. આ યુદ્ધમાં શ્રીકૃષ્ણની લીલા અને રણનિતીના કારણે જ સહ† સેનાવાળા કૌરવની સામે પાંડવોની નિર્ણાયક જીત થઇ હતી. આ યુદ્ધમાં એક એવા યુદ્ધાની પણ હાજરી હતી જેની જીત કોઇ પણ સ્થિતીમાં નિશ્ચિત હતી. પરંતુ તેના એક વચનના કારણે શ્રીકષ્ણે તેને યુદ્ધથી દુર રાખ્યા હતા. જા આવુ ન થયુ હોત તો શ્રીકૃષ્ણની હાજરીમાં પણ પાંડવો જીતી શક્યા ન હોત. મહાભારત ગ્રથમાં વર્ણન ુજબ પાંડવ શ્રીકષ્ણની ભુવાના પુત્રો હતા. કૃષ્ણની રણનિતી હતી કે પાંડવ ખુબ ઓછી સંખ્યામાં હોવા છતાં દુનિયાના સૌથી ભીષણ યુદ્ધમાં તેમની જીત થઇ હતી. ખાસ બાબત એ છે કે પાન્ડવોની સેના કૌરવની સેના સામે નહીવત સમાન હતી. કૃષ્ણે માત્ર સંબંધ હોવાના કારણે સાથે આપ્યો હતો તેવુ ન હતુ. આનુ સૌથી મોટુ કારણ એ હતુ કે પાંડવો ધર્મ માટે લડી રહ્યા હતા. જ્યારૈ કૌરવ અનિતીનો ઉપયોગ કરીને તેમના અધિકારોને આંચકી લેવા માટે ઇચ્છુક હતા. શ્રીકૃષ્ણની ઇચ્છા હોત તો યુદ્ધને ક્ષણભરમાં પૂર્ણ કરી શક્યા હોત. અથવા તો આ ભીષણ યુદ્ધ જ થવા દીધુ ન હોત. પરંતુ કૃષ્ણે યુદ્ધ પણ થવા દીધુ અને સાથે સાથે પોતે પણ યુદ્ધ મેદાનમાં ઉતર્યા હતા. આ તેમની રણનિતી હતી. કાન્હાએ મહાભારતમાં અ† શ† ન ઉઠાવવાની વાત કરી હી. માત્ર અર્જુનના સારથી બનીને યુદ્ધ ભૂમિમાં મેદાનમાં ઉતરવાની વાત કરી હતી. આવી સ્થિતીમાં કૃષ્ણ એ સંદેશો આપવા માંગતા હતા કે પ્રયાસ તમે કરો યોગ્ય દિશામાં પ્રયાસ થશે તો તેઓ તેમને સફળ ચોક્કસપણે બનાવશે. જ્યારે પોતાના સગા સંબંધીઓને યુદ્ધ ભૂમિમાં અર્જુને નિહાળ્યા ત્યારે અર્જુને યુદ્ધ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણે તેમને ગીતાનુ જ્ઞાન આપ્યુ હતુ. મહાભારતનુ યુદ્ધ અને ગીતા ઉપદેશ યુગો યુગો સુધી માનવજીવન માટે પ્રેરણા સમાન રહ્યુ છે. તેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે નીતિ પર ક્યારે અનિતી જીતી શકે નહી. કાન્હાએ અર્જુનને પ્રોત્સાહન કરતા કહ્યુ હતુ કે તમારી સામે જે યુદ્ધમાં ઉભા છે તે માત્ર તમારા સંબંધી નથી. અનિતી આંચરણ કરનાર લોકો પણ છે. ધર્મ અને માનવતાની સુરક્ષા માટે યુદ્ધ કરવુ પડશે તેવી માહિતી અર્જુનને આપી હતી. જે યોદ્ધાને કૃષ્ણે મહાભારતમાં બાગ લેવાની તક ન આપી તે યોદ્ધા સંબંધમાં શ્રીકૃષ્ણના પ્રપોત્ર હતા. નામ બર્બરીક હતુ. બર્બરીક ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો. એટલે કે ભીમનો પૌત્ર હતો. ભીમ અને કૃષ્ણ પારસ્પરિક રીતે મામા અને ભુવાના પુત્ર તરીકે હતા. બર્બરીકે કઠોર તપ કરીને ભગવાન સિવ પાસેથી ત્રણ તીર મેળવ્યા હતા. આ ત્રણેય તીર અજેય હતા. જા બર્બરીક યુદ્ધમાં સામેલ રહ્યો હોતતે ત્રણ બાણથી મિનિટોમાં જ સમગ્ર યુદ્ધને પૂર્ણ કરી શક્યો હો. બર્બરીકની શÂક્તથી માતા સંપૂર્ણપમે વાકેફ હતી જેથી તેની શÂક્તનો દુરુપયોગ ન થાય તે માટે માતાએ તેની પાસે વચન લીધુ હતુ અને કહ્યુ હતુ કે જે હારે તે તરફથી જ યુદ્ધ કરવામાં આવે. આવી સ્થિતીમાં પાંડવની તરફેણમાં કૃષ્ણ હતા જેથી તે હારનાર ન હતી આવી સ્થિતીમાં પાંડવની સામે જ બર્બરીક યુદ્ધ મેદાનમાં ઉતર્યો હતો. શ્રીકૃષ્ણે આ વાત જાણી લઇને બર્બરીકને યુદ્ધ મેદાનમાં જતા પહેલા જ રોકી લીધો હતો અને તેને પોતાનુ માથુ આપી દેવા કહ્યુ હતુ. બ્રાહણ વેશમાં રહેલા કૃષ્ણને અસલી રૂપમાં આવ્યા બાદ ઓળખી ગયેલા બર્બરીકે યુદ્ધ જાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના કપાયેલા માથાને ટોપ પર મુકી દેવામાં આવે છે. યુદ્ધ પૂર્ણ થાય બાદ શ્રીકૃષ્ણ બર્બરીકને જ્યારે શુ જાયુ તે અંગે પુછે છે ત્યારે તે જવાબ આપે છે કે યુદ્ધ કૃષ્ણ એટલા જ લડી રહ્યા હતા તેઓજ તમામને મારી રહ્યા હતા અને પોતે જ મરી રહ્યા હતા. શ્રીકૃષ્ણે સામાન્ય શ્રદ્ધાળુઓને આ બાબત પણ દર્શાવવા માટે લીલા કરી હતી. મહાભારતમાં શ્રીકૃષ્ણે ગીતા મારફતે તમામ બાબતોને ખુબ સરળ રીતે સમજાવવા માટેના પ્રયાસ કર્યા હતા. અર્જુનને જ્ઞાન આપવાના બહાને સામાન્ય માનવીને દરેક બાબતને ખુબ ઝીણવટભરી રીતે કૃષ્ણ ભગવાને રજૂ કરી હતી. જે આજે પણ એટલી જ જીવંત લાગે છે. સાથે સાથે પ્રેરણારૂપ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY