ભગવાન કૃષ્ણના જન્મદિવસની આવતીકાલે દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે ત્યારે ભગવાન કષ્ણની મહિમાને લઇને શ્રદ્ધાળુઓ ચર્ચા છેડાઇ ગઇ છે. ભગવાન કૃષ્ણના અવતારની પાછળ મુખ્ય હેતુ શુ હતા તેને લઇને વાત કરવામાં આવે તે જરૂરી છે. કંસને મારીને લોકોને પિડામાંથી બહાર કાઢવા અને મહાભારત સુધીનો તેમનો હેતુ ન હતો. કંસ અને મહાભારત ભગવાન કષ્ણના અવતારના મુખ્ય ઉદ્ધેશ્ય ન હતા. તો આ ધર્મ ક્યાં હતા જેની સ્થાપના કરવા માટે કષ્ણે પોતાના અવતારનો ઉદ્ધેશ્ય ગણાવ્યો હતો. ધર્મને લઇને અમારી ચેતના બિલકુલ સ્પષ્ટ થઇ જવી જાઇએ. ભારતીય પરંપરા ધર્મનો એ અર્થ લેતી નતી જે અંગ્રેજીના રિલિજન શબ્દથી નિકળે છે. જે કસૌટી અર્થ પર ઇસ્લામ અને ખ્રિસ્તી ખરા ઉતરે છે. ભારતીય વિચાર આ બંનેને ધર્મ નહીં બલ્કે સંપ્રદાય માને છે. ભગવાન કૃષ્ણે કોઇ ધર્મની સ્થાપના કરી હતી તો તે સ્વાભાવિક છે કે તેમાં કોઇ જડતા નથી. અને સંકુચિતતા નથી. કૃષ્ણ જેવા અપ્રતિબદ્ધ, કર્મ પરંપરાના પ્રતિક વ્યÂક્તત્વ જડતા અને સંકુચિતતાને ક્યારેય સમર્થન આપી શકે નહી. ધર્મનો અર્થ જીવનમુલ્ય અને જીવન મુલ્ય છે કે દરેક યુગમાં દરેક વ્યવસાયમા નહીં બલ્કે દરેક વ્યÂક્ત અને સમાજમાં બદલાતા રહે છે. જેથી ભારતીય પરંપરામાં દરેકના પોતાના ધર્મ છે. રાજધર્મ, નારીધર્મ, પતિ ધર્મ, પુત્ર ધર્મ, વાજિજ્ય ધર્મ, જાતિઘર્મ, ગૃહસ્થ ધર્મ અને યુગ ધર્મનો સમાવેશ થાય છે. જેથી ભારતને ક્યારેય ધર્મની પરિભાષામાં બાંધવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા નથી. સાથે સાથે તમામ પર ધર્મ લાગુ કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી. ધર્મને કોઇ એક વ્યÂક્ત, ગ્રંથ અથવા તો ઉપાસના વિધીના પ્રતિક તરીકે ગણવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી. ધર્મની ગ્લાનિ અને અધર્મના અભ્યુત્થાનના સંદર્ભમાં સાધુઓના પરિત્રાણ અને દષ્કતોના વિનાશની કેવી પણ પરિભાષા તમે કરવા માંગો પરંતુ તમને આવા સંદર્ભમાં જ કરવી પડશે. જેથી ગીતામાં જેને કૃષ્ણના જીવનદર્શન તરીકે ગણવામાં આવે છે તે કોઇ એક સમ્પ્રદાય અથવા તો વિચારધારાને લઇને તેને ધર્મ કહેવની બાબત દર્શાવવામાં આવી નથી. ગીતામાં પોતાના સમયની તમામ વિચારશરણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં યોગ, કર્મ, જ્ઞાન, ભÂક્ત, સન્યાસ, ધ્યાન જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવી આસુરી સ્મપદા છે, તેમાં યજ્ઞ પ્રકાર અને અને મોક્ષનુ વર્ણન છે. કૃષ્ણે કોઇ ખાસ ધર્મનુ પ્રતિનિધીત્વ કર્યુ છે કે કેમ તે અંગે પુછવામાં આવે ત્યારે જાણવા મળે છે કે ગીતા અમને કોઇ યોગ્ય જવાબ આપતી નથી. તેમાં સ્પષ્ટ ઉત્તર એ જ આવે છે કે આમાંથી કોઇ એકની સાથે કૃષ્ણ પોતાને ક્યારેય બાંધતા નથી. જા કૃષ્ણે બાંધ્યા હોત તો આટલા બધા જીવનમુલ્યોને યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતો. કૃષ્ણે કહ્યુ છે કે તેઓ કહી રહ્યા છે તે સનાતન ધર્મ છે એષ ધર્મ સનાતન છે. કૃષ્ણના કામ એક જ દિશામાં એક બીજાની સાથે જાડાતા અને વધતા નજરે પડતા નથી. કૃષ્ણ રાક્ષસોને મોતને ઘાટ ઉતારે છે. મથુરા છોડીને દ્ધારકા પહોચી જાય છે. સારથી બને છે યુદ્ધમાં જ નહી બલ્કે હમેંશા પાંડવનો સાથ આપે છે. કૃષ્ણ પાંડવોની સાથે માત્ર એટલા માટે ન હતા કે પાંચેય પાંડવ કોઇ મોટા નૈતિકવાદી અથવા ધર્મ પર મુલ્યોના સંબંધમાં મર મિટનાર હતા. બલ્કે એટલા માટે હતા કે ધૃતરાષ્ટ્રના પુત્રના બદલે કુન્તી પુત્ર તેમની નજીક વધારે હતા. અર્જુનના કૃષ્ણ મિત્ર તરીકે હતા. દ્રોપદીની સાથે તેમના સંબંધ હતા. દ્રૌપદીની સાથે તેમના સંબંધોમાં અપરિભાષિત રાગનો મામલો હતો. પાંડવ પોતે ભલે મોટા તપસ્વી અને મહાત્મા ન હતા પરંતુ તેમની સાથે પૂર્ણ ન્યાય થયુ ન હતુ. તેમની સામે શરૂઆતથી જ હત્યાના કાવતરા રચવામાં આવ્યા હતા. પાંડવ તમામના ચહીતા બની ગયા હતા. ધર્મરાજ પણ જુગાર રમ્યા હતા અને ખોટુ કામ કર્યુ હતુ. કૃષ્ણ ભગવાને યુદ્ધમાં પાંડવ પાસેથી કેટલાક અનૈતિક કામો કરાવ્યા હતા. જે પાંડવ પુત્રોએ ખચકાટ સાથે કર્યા હતા. કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ ઉપદેશ આપતા નજરે પડે છે. જીવનમાં તેઓ પોતે કર્મ કરતા રહ્યા હત. ગીતામાં કર્મના ઉપદેશ આપે છે. ગીતામાં કૃષ્ ણ માનવને કર્મ કરવા માટે કહે છે પરંતુ ફળના અધિકાર આંચકી લે છે. ગીતામાં કહેવામાં આવે છે કે કર્મ અમારા અધિકાર ક્ષેત્રમાં છે પરંતુતેના ફળ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





