કેરળમાં પૂર બાદ ફેલાયો રોગચાળો, ૫૦નાં મોત

0
11

તિરુવનંતપુરમ્‌,તા.૨
કેરળે૧૦૦ વર્ષની સૌથી ભયાવહ પૂરનો સામનો કર્યા બાદ હવે પ્રદૂષિક પાણીને લીધે ઉદ્ભવતી બીમારીએ માથું ઊચક્્યું છે. અત્યાર સુધીમાં બીમારીને લીધે કેરળમાં ૫૦ લોકોના મોત થઈ ગયા છે. દૂષિત જળને પગલે કેરળમાં લેપ્ટોસ્પાયરોસિસનો રોગચાળો ફેલાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકો પૈકી ૯નું મૃત્યુ તાવ આવવાથી જ્યારે એકનું મોત ડેંગ્યુને લીધે થયું હોવાની ખાતરી થઈ છે.
કેરળમાં પૂરને પગલે છેલ્લા ઘણા દિવસોથી લેપ્ટોસ્પાયરોસિસના કેસ સામે આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય નિર્દેશાલય મુજબ કેરળમાં ૧૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં લેપ્ટોસ્પાયરોસિસસના ૧૫૯ કેસો સામે આવ્યા છે. આ સાથે જ પૂરને પગલે ૧૦૪ ડેંગ્યુ અને ૫૦થી વધુ મેલેરિયાના કેસો થયા હોવાની ખાતરી કરાઈ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY