૨૦૩૦ સુધીમાં સમુદ્રમાં ડૂબી જશે બેંગકોકનો ૪૦ ટકા ભાગ..!!

0
157

ન્યુ દિલ્હી,તા.૨
કલાયમેટ ચેન્જ પર વાતચીતની મેજબાની માટે તૈયાર બેંકોક ખુદને પર્યાવરણ સંકટથી બચાવા માટે ઝઝૂમી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન સાથે જાડાયેલ એક ગંભીર ચેતવણીમાં કહ્યું છે કે આ શહેર લગભગ એક દાયકામાં આંશિક રીતે પાણીમાં ડૂબી જશે. થાઇલેન્ડની રાજધાનીમાં સંયુકત રાષ્ટ્રના આગળના કલાયમેન્ટ ચેન્જ સંમેલનની તૈયારી માટે મંગળવારથી બેઠકોનો ધમધમાટ શરૂ થઇ રહ્યો છે. તાપમાન વધતા, હવામાનની અસામાન્ય પેટર્નના સમયની સાતે અને બદતર થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. તેનાથી સરકારો પર ૨૦૧૫ના પેરિસ કલાયમેન્ટ ચેન્જ સંધિને અમલી જામા પહેરાવાનું દબાણ વધી ગયું છે.
એક સમયની દળદળ જમીન પર વસેલા બેંકોક સમુદ્રની સપાટીથી અંદાજે દોઢ મીટર એટલે કે પાંચ ફૂટની ઉંચાઇ પર આવેલું છે અને તેના લીધે સમુદ્રની જળ સપાટથી વધતા આ શહેરને સૌથી વધુ ખતરો બતાવી રહ્યાં છે. આ સિવાય જકાર્તા અને મનીલા જેવા દક્ષિણ એશિયન શહેરો પર ખતરાના વાદળ મંડરાયેલા છે.
ગ્રીનપીસના તારા બુઆકામસરીએ કહ્યું કે વિશ્વ બેન્કના રિપોર્ટના મતે ભારે વરસાદ, હવામાનની પેટર્નમાં ફેરફારના લીધે ૨૦૩૦ સુધી બેંકોકનો લગભગ ૪૦ ટકા હિસ્સો જળમગ્ન થઇ જશે. હાલમાં રાજધાની દર વર્ષે એકથી બે સેન્ટીમીટર ડૂબી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં ભયંકર પૂરનો ખતરો છે. થાઇલેન્ડની ખાડીની નજીકથી સમુદ્ર ચાર મિલીમીટર પ્રતિવર્ષના દરથી ઉપર ઉઠી રહ્યો છે.
આપને જણાવાનું કે બેંકોક સુંદર બીચથી ઘેરાયેલ શહેર છે. કોહ સમિટ, કો ચાંગ, કોહ મટ સહિત કેટલાંય શાનદાર બીચ અહીં ખૂબ પ્રખ્યાત છે. બેંકોકની રાતોની સુંદરતાની પણ દુનિયાભરમાં ચર્ચા થાય છે. અહીંના દ્ભરર્ટ્ઠ જીટ્ઠહ ઇર્ટ્ઠઙ્ઘ પર એક એકથી ચઢિયાતી નાઇટ કલબ અને રેસ્ટોરંટ હાજર છે. અહીંના ભવ્ય રૂફટોપ સ્કાય બારમાં તમે મજાથી તમારા ડ્રિંકની મજા લઇ શકો છો. અહીંની રોનક જાઇ પાર્ટી લવર્સને અહીંથી પાછા જવાનું મન થતું નથી. બેંકોકની નાઇટ લાઇટ એન્જાય કર્યા બાદ તમે તેને કયારેય ભૂલી શકશો નહીં.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY