વડોદરા,
તા.૩૦/૦૩/૨૦૧૮
શહેરના રાજમહેલરોડ પર વૃધ્ધ વેપારીને મંદિરનું સરનામુ પુછ્યા બાદ આભાર માનવા માટે હાથ મિલાવીને વેપારીની વીંટી કાઢી લેનાર બાવા સહિત બેની પોલીસે ધરપકડ કરી હતી. બાવાના વેશમાં આઠ અંગુઠીઓ કાઢી લઈ એક વીંટી બે હજારમાં હાલોલના સોની પાસે ગીરવે મુકતો હતો રાજમહેલરોડ પર તાડફળિયામાં રહેતાં શાકભાજીનો વેપારી ૬૧ વર્ષીય રાજેન્દ્રભાઈ કાછિયાને ૧૮મી તારીખના સવારે દયાળભવનના ખાંચા સામે ઈકોકારમાં આવેલા બાવાએ રસ્તામાં રોક્યા હતા.
બાવાએ મંદિરનું સરનામુ પુછ્યું હતું અને આભાર માનવા માટે હાથ મિલાવી તેમની ૨૦ હજારની વીંટી કાઢી લીધી હતી. આ બનાવમાં સંડોવાયેલા હાલોલ રેલ્વેસ્ટેશન પાસે મદારીવાસમાં રહેતા અને ભગવા કપડા પહેરી બાવાના વેશમાં ભીખ માગતા પપ્પુનાથ જારાનાથ વાદી અને ગાડી ડ્રાઈવીંગ કરતાં અરવિંદ જીવનનાથ વાદીની નવાપુરા પોલીસે ધરપકડ કરી હતી.
પપ્પુનાથે કુલ આઠ જણાની અંગુઠી કાઢી લઈ તે હાલોલમાં સોનીને ત્યા ગીરવે મુકી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સોનીના ત્યાંથી આઠ અંગુઠીઓ કબજે કરી હતી જયારે ઈકોગાડીના માલિક સલીમભાઈની પણ પુછપરછ કરી હતી. સોનીએ જણાવ્યું હતું કે પપ્પુનાથ તેના પિતા બિમાર છે તેમ કહી અંગુઠી બે હજારમાં ગીરવે મુકતો હતો જયારે સલીમ પાસેથી અરવિંદ પણ બિમાર પિતાની સારવારનું બહાનું કાઢી ગાડી લઈ જતો હોવાનું જણાવ્યું હતું. પીએસઆઈ પી એમ અમીને બંને ગઠિયાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"