મધ્યપ્રદેશમાં આરટીઆઈ હેઠળ માગેલી માહિતીમાં સરકારી વિભાગે જીએસટી ચૂકવો

0
11

ભોપાલ,તા.૨
મધ્યપ્રદેશમાં માહિતી અધિકારના કાયદા (૨૦૦૫) હેઠળ માંગવામાં આવેલી માહિતી માટે એક અરજદારને ય્જી્‌( ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવા કહેવામાં આવ્યુ હતું.
મધ્યપ્રદેશમાં માહિતી અધિકારના કાયદા (૨૦૦૫) હેઠળ માંગવામાં આવેલી માહિતી માટે એક અરજદારને ય્જી્‌( ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવા કહેવામાં આવ્યુ હતું.અરજદાર અજય દુબેએ મધ્યપ્રદેશના હાઉસીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (ભોપાલ) પાસેથી માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી.
અજય દુબેએ હાઉસીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (ભોપાલ) પાસેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની નવી ઓફિસના નિર્માણ પાછલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતો માંગી હતી. જા કે, જ્યારે આ વિભાગે અજય દુબે પાસે તેમણે માંગેલી માહિતી માટે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી ચૂકવવા કહેવા તેમને આશ્ચર્ય થયુ હતુ. નવ ટકા જીએસટી ચૂકવવાની માંગણી કરી હતી.
અજય દુબેએ માંગેલી માહિતીના દસ્તાવેજા લેવા માટે કુલ ૪૩ દૂર રૂપિયા ચૂક્્યા હતા. જેમાં ૩૬ રૂપિયા ૧૮ ફોટોકોપીનાં અને (એક પેજના બે રૂપિયા લેખે) અને રૂપિયા ૩.૫ એજ સેન્ટ્રલ જીએસટી અને રૂપિયા ૩.૫ સ્ટેટ જીએસટી તરીકે ચૂકવ્યા.
જા કે અજય દુબેએ કહ્યું કે, માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતીના દસ્તાવેજા પર જીએસટીની માંગણી અયોગ્ય છે અને ગેરકાયદેસર છે. આ મામલે મેં અપીલ દાખલ કરી છે.” દેશનાં નાણા મંત્રી અરુણ જેટલીના અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સીલે જાન્યુઆરીમાં એવી ભલામણ કરી હતી કે, માહિતી અધિકારના કાયદા હેઠળ પૂરી પાડવામાં આવતી સેવાઓને જીએસટીના દાયરામાંથી મુક્ત કરવામાં આવે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY