યૂપીમાં ટ્યૂબવેલ આૅપરેટર પેપર લીક : સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ૧૧ લોકોની ધરપકડ કરી

0
17

લખનઉ,તા.૨
ઉત્તરપ્રદેશમાં ટ્યૂબવેલ ઓપરેટર પેપર લીક મામલામાં મોટો ખુલાસો થયો છે. યુપીની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ટ્યૂબવેલ ઓપરેટર પેપર લીક મામલામાં અગિયાર લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, દસ્તાવેજ અને લગભગ પંદર લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે. આ મામલામાં ધરપકડ કરાયેલા અગિયાર લોકોમાં પાંચ પરીક્ષાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
ટ્યૂબવેલ ઓપરેટર્સની ભરતી પરીક્ષાનું પેપર પહેલી સપ્ટેમ્બરે લીક થયું હતું. આ પરીક્ષા આજે એટલે કે બીજી સપ્ટેમ્બરે પ્રસ્તાવિત હતી. પરંતુ પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ તેને સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણય યુપી સરકારને આધિન યુપીએસએસએસસીના પેપર લીકના મામલાના ખુલાસા બાદ સામે આવ્યો છે.
આ પરીક્ષા ટ્યૂબવેલ ઓપરેટર્સની ૩૨૧૦ જગ્યાઓ માટે થવાની હતી. પરીક્ષા માટે કુલ આઠ જિલ્લામાં કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. પેપર લીકની જાણકારી બાદ યુપીએસએસએસસીમાં ખળભળાટ મચ્યો હતો. બાદમાં પરીક્ષા ટાળવાનો નિર્ણય કરાયો હતો. યુપીએસએસએસીના અધ્યક્ષે કહ્યું છે કે પરીક્ષાની આગામી તારીખ બાદમાં જણાવવામાં આવશે.
પેપર લીકના મામલે પરીક્ષાર્થીઓ ખાસા નારાજ છે. કાનપુરમાં શનિવારે રાત્રે આના સંદર્ભે હંગામો સર્જાયો હતો. પરીક્ષાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પરીક્ષામાં બે લાખથી વધુ પરીક્ષાર્થીઓએ અરજી કરી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY