ન્યુ દિલ્હી,તા.૧૭
ગૌરક્ષાના નામે લિંચિંગને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ઉચ્ચ અદાલતે કહ્યુ કે કોઈ પણ પોતાનામાં કાયદો ન હોઈ શકે. આ સાથે જ અદાલતે રાજ્યોને કડક આદેશ આપ્યાં છે. કોર્ટે કહ્યુ કે દેશમાં ભીડતંત્રની મંજૂરી ન આપી શકે. અહીં બંધારણ મુજબ કામ કરવું પડશે. ગૌરક્ષાના નામે થઈ રહેલી હિંસા પર રોક લગાવવાના સંબંધમાં દિશાનિર્દેશ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે રાજ્ય સરકારનું દાયિત્વ છે કે તેઓ આ રીતે થતી ભીડની હિંસાને રોકે. કોર્ટે કહ્યુ કે આ માત્ર કાયદાની વાત નથી, પરંતુ ગૌરક્ષાના નામે ભીડની હિંસા ક્રાઈમ છે. અદાલત આ વાતનો સ્વીકાર ન કરી શકે કે કોઈપણ કાયદો પોતાના હાથમાં લે. ગૌરક્ષાના નામે હિંસક પ્રવૃતિઓ પર રોક લગાવવા માટે સરકાર ગાઇડલાયન્સ જાહેર કરે. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉક્ત ટીપ્પણી કરતા ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યુ હતું કે જ્યાં સુધી કાયદા વ્યવસ્થાનો સવાલ છે તો પ્રત્યેક રાજ્યની જવાબદારી છે કે તેઓ એવા ઉપાય કરે કે હિંસા થાય જ નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી બેંચે સ્પષ્ટ કહ્યુ કે કોઈપણ શખ્સ કાયદાને કોઈપણ રીતે હાથમાં ન લઈ શકે.
કાયદો વ્યવસ્થાને યોગ્ય રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે અને પ્રત્યેક રાજ્ય સરકારે આ જવાબદારી નિભાવવાની હોય છે. કોર્ટે કહ્યુ કે ગૌરક્ષાના નામે ભીડ પર હિંસા ગંભીર અપરાધ છે.
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ.નરસિમ્હાએ કહ્યુ હતું કે, કેન્દ્ર સરકાર આ મામલે સજાગ અને સતર્ક છે, પરંતુ મુખ્ય સમસ્યા કાયદા વ્યવસ્થાની જ છે. કાયદા વ્યવસ્થા પર નિયંત્રણ રાખવાની જવાબદારી જે તે રાજ્યોની છે. કેન્દ્ર તેમાં ત્યાં સુધી દરમિયાનગીરી ન કરી શકે જ્યાં સુધી રાજ્ય પોતે મદદની અરજી ન કરે.
ત્રણેય રાજ્યોને નોટિસ ઈશ્યૂ કરાઈ અને તેમને ૩ એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે જણાવ્યુંકે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આ રાજ્યોના વિવિધ હિસ્સામાં હજુ પણ ગૌરક્ષાના નામે હિંસા થઈ રહી છે. ખંડપીઠે આ મુદ્દે જણાવ્યું કે તેઓ અવમાનના અરજીની પણ તુષાર ગાંધીની મુખ્ય અરજી સાથે સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન એક અન્ય અરજકર્તા તરફથી ઈન્દિરા જયસિંહે દલીલ કરી કે મોબ લિચિંગથી પીડિતોને સહાયની રકમ આપવા માટે ધર્મ તેમજ જાતિ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે. આ માટે અનુચ્છેદ ૧૫નો પણ હવાલો આપવામાં આવ્યો.
ગત વર્ષે ૨૧ જુલાઈને સુપ્રીમ કોર્ટે ગૌરક્ષાના નામે હિંસાની ઘટનાઓને અંજામ દેવાના મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યુ હતું કે તેઓ કોઈ એવાં ગૌરક્ષકોને સંરક્ષણ ન આપે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટે ગૌરક્ષાના નામે થતી હિંસાને લઈને જવાબ રજૂ કરવાનું કહ્યુ હતું. સુપ્રીમ કોર્ટે ગૌરક્ષા કરનારા પર પ્રતિબંધની માગ કરનારી અરજી પર સુનાવણી દરમિયાન છ રાજ્યોને નોટિસ આપી જવાબ દાખલ કરવાનું કહ્યુ હતું. સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ અને કર્ણાટકને નોટિસ આપી હતી.
કોર્ટે ગૌરક્ષાના નામે હિંસક સામગ્રી હટાવવાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારને સહયોગ આપવાનું કહ્યુ હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને ગૌરક્ષાના નામે હિંસાની ઘટનાઓના મામલે રિપોર્ટ રજૂ કરવાનું કહ્યુ હતું.
સુપ્રીમ કોર્ટે ગત ૬ સપ્ટેમ્બરે રાજ્યોને કહ્યુ હતું કે તેઓ હિંસાને અટકાવવા માટે કડક પગલાં ભરે. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરતાં કહ્યુ હતું કે કોર્ટના આદેશનું પાલન રાજ્ય સરકાર નથી કરી રહી. જે બાદ સુપ્રીમ કોર્ટે યુપી, રાજસ્થાન અને હરિયાણા સરકાર વિરૂદ્ધની અરજી પર જવાબ આપવાનું કહ્યુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



