ન્યુ દિલ્હી,તા.૨
પટ્રોલ -ડીઝલની કિમતોમાં લાગેલી આગ સતત નવમાં દિવસે પણ ભડકે બળી રહી છે. દિલ્હીમાં પટ્રોલની કિમતમાં ૧૬ પૈસાના વધારા સાથે ભાવ ૭૮.૮૪ પ્રતિ લીટરે પહોંચ્યો છે. ડીઝલમાં પણ ૩૪ પૈસાના વધારા સાથે ૭૦.૭૬ પ્રતિ લીટરનો ભાવ થયો છે. ઇંધણમાં થયેલા વધારાની અસર સામાન્ય જનજીવન પર પણ દેખાવા લાગી છે.
બીજી તરફ ઇંધણની કિમતોમાં લાગેલી આગે દેશના આર્થિક પાટનગર મુંબઇની પણ કમર તોડી નાખી છે. હાલમાં થયેલા વધારાને લીધે મુંબઇમાં પેટ્રોલ ૮૬.૨૫ રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ ૭૫.૧૨ રુપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આની અસરમાંથી સીએનજી અને પીએનજી પણ બાકાત નથી રહી શક્્યા. શનિવારે રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૬૩ પૈસા અને પીએનજીમાં ૧.૧૧ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. આ વધારા સાથેની કિંમતો આજ મધ્યરાત્રિથી લાગૂ કરવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલની કિમતોમાં થતા વધારા અને ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયાની નબળાઇ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા વધારાનો વિકલ્પ શોધી રહ્યા છીએ, પરંતુ રૂપિયામાં આવેલી નબળાઇ માટે આંતરરાષ્ટ્રીય બજાર કારણભૂત છે. આ પરિસ્થિતિ માત્ર ભારતમાં જ નથી પરંતુ વિદેશી નાણાંની કિમતમાં પણ ઘટાડો થયો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાલમાં અમે એક્સ્પોર્ટમાં વધારો કર્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




