ચંડીગઢ,તા.૨
રોબર્ટ વાડ્રાની સામે એફઆઈઆર મામલે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું છે કે રાશિદ અલ્વી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. પરંતુ આ મામલે અલ્વીની વાત સાંભળીને હસવું કે રડવું તે સમજમાં આવતું નથી? ૧૯૭૦ના દશકમાં દેશમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી હતી અને કોંગ્રેસ સિવાયના તમામ પક્ષના નેતાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. તમામ લોકોના બંધારણીય અધિકારોનો છેદ ઉડાડવામાં આવ્યો હતો.
ભાજપના નેતાએ સવાલ કર્યો છે કે ઈમરજન્સી દરમિયાન જ્યારે તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે રાશિદ અલ્વી ક્્યાં હતા? શું તેમને ઈમરજન્સી વખતનો અત્યારાચ ખબર નથી? ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું છે કે રોબર્ટ વાડ્રાનું બિઝનસ મોડલ દેશમાં કોઈને સમજમાં આવ્યું નથી. કોંગ્રેસ જરા સમજાવે કે કોઈ વ્યક્તિ નાણાં લગાવ્યા વગર કેવી રીતે જમીન ખરીદે છે અને પછી તેને પાછી વેચી દે છે. વચ્ચે હરિયાણાની તત્કાલિન સરકાર છે અને તે વાડ્રાની કંપનીને લાઈસન્સ આપે છે.
જા કોંગ્રેસ કહે છે કે આમા કંઈ ખોટું નથી. તો કોંગ્રેસ દેશને આના સંદર્ભે જણાવે. નલિન કોહલીએ કહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આરોપી છે. આ ટીપ્પણીથી નારાજ થયેલા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સવાલ કર્યો છે કે ભાજપે આખરે અમિત શાહના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કેમ કરી નથી?
રોબર્ટ વાડ્રા અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સામે એફઆઈઆર મામલા હરિયાણા સરકારના પ્રધાન ઓ. પી. ધનકડે કહ્યું છેકે કોંગ્રેસે પહેલા ખુદ બુલંદ અવાજમાં મામલાની તપાસની માગણી ઉઠાવી હતી. જ્યારે આ મામલામાં તપાસ થઈ અને એફઆઈઆર કરવામાં આવી. તો કોંગ્રેસને લાગે છે કે આ રાજકીય કિન્નાખોરી છે. હવે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તો કોંગ્રેસના બોલવાનો અંદાજ બદલાઈ ગયો છે. ધનકડે કહ્યું છેકે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે અને આમા કોઈપણ વાત છૂપાયેલી નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



