ચંડીગઢ,તા.૨
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ રવિવારે ગુરૂગ્રામમાં બીજેપીના એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર રહ્યા. પ્રણબ મુખરજી અને મનોહર લાલ ખટ્ટરે ગુરૂગ્રામના હરચિદપુર અને નયાગાંવમાં સ્માર્ટગ્રામ પરિયોજના અંતર્ગત ઘણા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમના કાર્યકાળ દરમિયાન હરચંદપુર ગામને દત્તક લીધુ હતું. તે પછી ગામડામાં ઘણી સવલતો બનાવવામાં આવી હતી. ગામને આદર્શ ગામ બનાવવા પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રામ સચિવાલય વાઇ-ફાઇથી ડિજિટલ સ્ક્રીન સુધી સવલત હશે.
તમને જણાવી દઇએ કે, એવા અહેવાલો હતા કે હરિયાણામાં ‘પ્રણવ મુખરજી ફાઉન્ડેશન’ આરએસએસ સાથે મળીને કામ કરશે. પ્રણવ મુખરજીની ઓફિસે આ અહેવાલો વિશે એક નિવેદન જાહેર કર્યું છે. તે નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમે સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે આવી કોઈ વસ્તુ નથી અને તે બનશે નહીં.
તાજેતરમાં જ આ વખતે બીજી વખત પ્રણવ મુખરજીએ ભાજપના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલાં, જૂનમાં પ્રણવ મુખરજીએ નાગપુરમાં આરએસએસ મથકના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આરએસએસ પ્રોગ્રામના મુખ્ય અતિથિ તરીકે તેઓ જાડાયા હતાં. તે પ્રણવ મુખરજીએ તેમના મંતવ્યમાં રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અંગેના તેમના મંતવ્યો મૂક્્યા હતા.
આરએસએસ પ્રોગ્રામમાં પ્રણવ મુખરજી સામેલ થવા અંગે વિવાદ થયો હતો. તેમની પુત્રી શર્મિતા મુખરજીએ પણ આથી નારાજ થયા હતાં. પ્રણવ મુખરજીના નિર્ણય પછી, કાંગ્રેસના એક જૂથમાં વિપક્ષની વાતો ઉભી કરવામાં આવી હતી. કેટલાક નેતાઓએ મુખરજી સાથે પ્રવાસ રદ કરવાની પણ માંગણી કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





