ન્યુ દિલ્હી,તા.૨
પોસ્ટ વિભાગની પેમેન્ટ બેન્કનુ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યુ હતુ. આ દરમિયાન મોદીએ પોતાના જીવનનો એક રસપ્રદ કિસ્સો લોકો સાથે શેર કર્યો હતો.
તેમણે કહ્યું હતુ કે જ્યાં સુધી હું ગુજરાતમાં ધારાસભ્ય નહોતો થયો ત્યાં સુધી મારી પાસે ઓપરેશન બેન્ક એકાઉન્ટ હતુ જ નહી.(ઓપરેશનલ એકાઉન્ટ એટલે એવુ એકાઉન્ટ જેમાં પૈસાની લેવડદેવડ થતી હોય) હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે દેના બેન્કે સ્કીમ લોન્ચ કરી હતી. જેના ભાગરૂપે બાળકોને ગલ્લો અપાતો હતો અને તેમનુ એકાઉન્ટ ખોલી અપાતુ હતુ. મને પણ એક ગલ્લો અપાયો હતો અને બેન્કે મારુ ખાતુ ખોલ્યુ હતુ.
મોદીએ આગળ કહ્યું હતુ કે જાકે મારો ગલ્લો અને એકાઉન્ટ બેઉ ખાલી જ રહેતા હતા.એ પછી મેં મારુ ગામ છોડી દીધુ હતુ. જાકે બેન્ક એકાઉન્ટ ચાલુ રહ્ય હતુ અને દર વર્ષે બેંક અધિકારીઓને તે આગળ વધારવુ પડતુ હતુ. એકાઉન્ટ બંધ કરવા માટે બેંકના અધિકારીઓને મારી જરુર હતી. તેઓ ૩૨ વર્ષ સુધી મને શોધતા રહ્યા હતા. ૩૨ વર્ષ પછી તેમને હું કોઈ ચોક્કસ જગ્યાએ છું તેવી ખબર પડી હતી. બેંકના અધિકારીઓ ત્યાં આવ્યા હતા અને મને કહ્યું હતુ કે તમે સહી કરી આપો તો અમે તમારુ ખાતુ બંધ કરીએ.
નરેન્દ્ર મોદીએ કÌš હતુ કે હું જ્યારે ગુજરાતમાં ધારાસભ્ય બન્યો ત્યારે મને પગાર મળતો શરુ થયો હતો. એ વખતે મારે ફરી એકાઉન્ટ ખોલાવવુ પડ્યુ હતુ. એ પહેલા લેવડ દેવડ થતી હોય તેવુ એકાઉન્ટ જ મારી પાસે નહોતુ.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



