ગાંધીજીની હત્યા પર જશ્ન મનાવનાર આજે સત્તામાં, શું તેમને જેલમાં મોકલી દઇએ : સ્વરા ભાસ્કર

0
83

મુંબઈ,તા.૨
થોડાંક દિવસ પહેલાં જ થયેલ વામપંથી નેતાઓની ધરપકડ પર બોલિવુડ કલાકારોએ પણ અલગ-અલગ પ્રકારની મંતવ્યો આપ્યા હતા. સ્વરા ભાસ્કરે પણ આ અંગે વાત કરી. તાજેતરમાં દિલ્હીમાં મીડિયા સામે આવી હતી.
આ દરમ્યાન સ્વરાએ કહ્યું હતું કે જ્યારે ખાલિસ્તાનનો મુદ્દો ચાલી રહ્યો હતો ત્યારે ઘણા બધા એવા લોકો હતા, જે ભિંડરાવાલેને સંત કહીને બોલાવતા હતા. સંત જનરલ બોલતા હતા. શું તમે તે બધાને પકડીને જેલમાં નાંખી દેશો? આ દેશમાં મહાત્મા ગાંધી જેવી મહાન વયક્તિ હત્યા થઇ. એ સમયે પણ કેટલાંય બધા એવા લોકો હતા જે મહાત્મા ગાંધીની હત્યાને સેલિબ્રેટ કરી રહ્યાં હતા. આજે તેઓ સત્તામાં છે. આ બધાને જેલમાં નાંખી દેવા જાઇએ? સ્વાભાવિક છે કે ના. તેનો જવાબ ના છે. આથી આપણે એ વાતને લઇ એલર્ટ રહેવું જાઇએ કે જે પ્રવૃત્તિ છે ‘જેલમાં નાંખો’, ‘ગુનો છે આ’ આ પ્રકારનો જે સમાજ બની રહ્યો છે તે કોઇ સારી વસ્તુ નથી.
આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં ભીમા કોરેગાંવ હિંસા સાથે જાડાયેલા કેસમાં દરોડા બાદ વામપંથી વિચારકોની ધરપકડ થઇ હતી. આ કાર્યવાહીમાં પાંચ સામાજિક કાર્યકર્તાઓ ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ ફરેરા, અને વરનોન ગોજાલ્વંસ ધરપકડ કરાઇ હતી. તેમની ધરપકડ બાદ હોબાળો થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY