મધ્યાહન ભોજનના સરકારી અનાજના જથ્થાને બારોબાર વેચતા પાંચ ઝડપાયા

0
18

રાજકોટ,તા.૨
રાજકોટમાં મધ્યાહન ભોજનના સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરના લીમડા ચોક વિસ્તારમાં આવેલા મધ્યાહન ભોજનના રસોડામાં રાત્રે બે વાગ્યે અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન સરકારી અનાજનો જથ્થો ભરેલી બે ટ્રક ઝડપાઈ આવી હતી.
રાજકોટ જ્યુબેલી પોલીસ સ્ટેશનની ટીમે ઁજીં વી એમ ડોડિયાની આગેવાનીમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું.
હાલમાં તમામ ચારેય આરોપી પોલીસ અટકાયતમાં છે અને તેમની પ્રાથમિક તપાસ ચાલુ છે. બનાવ સ્થળે આ જથ્થો મળી આવતા પોલીસે તમામ જથ્થાને કબ્જે કરીને દસ્તાવેજી પુરાવાની ચકાસણી શરૂ કરી છે.
પોલીસ દ્વારા ટ્રકની સાથે પાંચ શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY