મુંબઈ,તા.૨
કંગના રનૌતની ફિલ્મ મણિકરણિકા રીલીઝ થાયએ પહેલા વિવાદમાં ચાલી રહી છે.કયારેક તેની રીલીઝ ડેટને લઈને તો કયારેક તેના સ્ટાર કાસ્ટને લઈને આ ફિલ્મ ચર્ચામાં રહી છે. સૂત્રોનું માનીએ તો આ ફિલ્મમાંથી સોનું સુદ કિનારો કરી લીધો છે. તાજેતરમાં જ કંગનાએ સોનું પર ખુલાસો કર્યો હતો. તેણે રહ્યું કે સોનું મહિલા નિર્દેશક જાડે કામ કરવા નથી માંગતો. કંગનાના આ નિવેદન પર સોનુએ પલટવાર કરીને જવાબ આપ્યો છે.
સોનુંએ રહ્યું કે હું મણિકર્ણિકાની ટીમને બેસ્ટ ઓફ લક કહેવા માગું છું. કંગના મારી સારી ફ્રેન્ડ છે. પણ તે વારંવાર મારા જાડે વુમન કાર્ડ, વિકટીમ કાર્ડ રમી રહી છે અને આ વાહિયાત છે. જ્યારે સોનુને કંગનાના નિર્દેશનમાં કામ ન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે સોનુંએ રહ્યું કે નિર્દેશક કયા જેન્ડરનો છે તે અગત્યનો મુદો નથી. વાત સ્ટ્રેન્થની છે. તેણે ફરહા ખાન સાથે કામ કરેલું છે. તે તેમના કામમાં માહિર છે. તેમની સાથે મારી સારી મિત્રતા છે.
આ પહેલા જ્યારે કંગનાને આ વિશે પુછવામાં આવ્યું કંગના એ રહ્યું કે, ગયા વર્ષે થયેલી શૂટિંગ બાદ હું અને સોનુ હજી સુધી મળ્યા જ નથી. તે પોતાની ફિલ્મ ‘સિંબા’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમણે પોતાની સંભવીત ડેટ્સ પણ નથી જણાવી. પ્રોડ્યુસરે તેમને ફિલ્મ બતાવી અને બાકીની શૂટિંગની વાત કરી પરંતુ તેમણે મળવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





