નવીદિલ્હી, તા. ૪
મુંબઇમાં હવે સ્કુલ બસ ઓપરેટરો દ્વારા સ્કુલ બસના ભાડામાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. પ્રતિ વિદ્યાર્થી દર મહિને ભાડુ ૧૦૦થી ૧૫૦ રૂપિયા સુધી વધી શકે છે. મુંબઇમાં સ્કુલ બસ ઓનર્સ એસોસિએશનના અનિલ ગર્ગે કહ્યુ છે કે કિંમતોમાં વધારો હેરાન કરનાર તરીકે છે. મુંબઈમાં સ્કુલબસ ઓનર્સ એસોસિએશનના અધિકારીઓનું કહેવું છે કે, પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અવિરત વધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે તમામ સ્કુલોને બસ ફીના સંબંધમાં પત્રો લખવામાં આવી રહ્યા છે. મુંબઈમાં ૮૦૦૦ સ્કુલ બસો છે જે ડીઝલથી ચાલે છે. સુત્રોના કહેવા મુજબ ટ્રાવેલ્સ એજન્સીઓ પણ કારના ભાડામાં વધારો કરી શકે છે. ૧૦ ટકા સુધીનો વધારો આ લોકો કરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે એકબાજુ મુંબઈમાં સ્કુલ બસ ફીમાં વધારો કરવા તૈયારી કરી લેવામાં આવી છે. બીજી બાજુ કારના ભાડામાં પણ વધારો થઇ શકે છે. મુંબઈની સાથે સાથે અન્ય શહેરો પણ આ દિશામાં આગળ વધવા માટે ઇચ્છુક છે. આગામી દિવસોમાં અન્ય શહેરો પણ આ પ્રકારના પગલા લેવામાં પહેલ કરે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોને લઇને સ્કુલ બસ ઓપરેટરો અને ભાડા ઉપર કાર ચલાવનારને મુશ્કેલી પડી રહી છે. આ બંનેમાં વધારો થતાં વાલીઓ ઉપર એકબાજુ સ્કુલ બસ ફી વધવાથી બોજ આવશે. બીજી બાજુ ભાડાની કારમાં કારોબારના હિસાબે ફરનારને પણ વધારે પૈસા ખર્ચ કરવા પડશે. મુંબઈ ઉપરાંત દેશના અન્ય મોટા શહેરો દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, બેંગ્લોરમાં પણ આ દિશામાં પહેલ કરવામાં આવે તેમ દેખાઈ રહ્યું છે.
સ્કુલી બસ ભાડામાં પ્રતિ વિદ્યાર્થી ૧૫૦ સુધીનો વધારો થઇ શકે ; પેટ્રોલ અને ડીઝલમાં ભાડામાં વધારાની અસર
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



