ઊંઝા,તા.૪
હિંમતનગરના ગઢોડા ગામે ઉમિયા માતાના રથને અટકાવી દેવામાં આવ્યો હતો તે મામલે આજે મહેસાણાના ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી છે.
જાકે આજે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ બપોરે બાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી.
આજે બંધના કારણે અનેક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. જ્યારે ઉંઝામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



