ભારતમાં ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીનું નુકસાન ૧.૯ અબજ ડોલર

0
27

નવી દિલ્હી, તા. ૪
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી આરએન ચૌબેઅ આજે કહ્યું હતું કે, સરકાર એરલાઈન્સ માટે રાહત પેકે જ ઉપર કામ કરી રહી છે. આ પેકજમાં એરલાઈન્સના ખર્ચને ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નેશનલ કેરિયર એર ઇÂન્ડયાને ધિરાણના સ્વરુપમાં કેન્દ્ર તરફથી ૨૧ અબજ રૂપિયાની ખાતરી મળી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એર ઇÂન્ડયા ઉપર હાલમાં ૫૦૦ અબજ રૂપિયાનું દેવું થયેલું છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં ૫૭.૬ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. એર ઇÂન્ડયાને નુકસાન માટે જે કારણ રહેલા છે તેમાં એકબાજુ વધતા જતાં ફ્લુઅલના ખર્ચનો મામલો છે. બીજી બાજુ ઇÂન્ડયન કેરિયર્સ માટે બીજી અનેક સમસ્યા રહેલી છે. ઓપરેટિંગ ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. ગ્લોબલ એવરેજ ૨૪ ટકા છે જ્યારે ભારતમાં આ આંકડો ૩૪ ટકાનો રહેલો છે. એર ઇÂન્ડયાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે વારંવાર ખાતરી આપવામાં આવી ચુકી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ભારતીય એરલાઈન્સ અથવા તો એવિએશન ઇન્ડસ્ટ્રીમાં નુકસાનનો આંકડો ૧.૯ અબજ અમેરિકી ડોલર સુધી અથવા તો ૧૩૫૫૭ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એવિએશન કન્સલ્ટન્સ કંપનીના કહેવા મુજબ વધતા જતાં ખર્ચ અને ઓછા ભાડાના પરિણામ સ્વરુપે એર ઇÂન્ડયા અને જેટ એરવેઝ જેવી એરલાઈન્સના નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. સોમવારના દિવસે એક રિપોર્ટ જારી કરીને આ અંગેની વાત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રૂપિયાની કિંમતમાં ઘટાડા અને સાથે સાથે ફ્યુઅલની કિંમત વધવાના લીધે હાલત કફોડી બનેલી છે. નુકસાનની ભરપાઈ માટે ટિકિટોની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઇÂન્ડગો એરલાઈન્સને બાદ કરતા કોઇપણ એરલાઈન્સની બેલેન્શીટ મજબૂત રહી નથી. ભારત દુનિયામાં સૌથી મોટા એવિએશન ડેÂસ્ટનેશન તરીકે છે. અહીં એરલાઈન્સ કંપનીઓએ નવા સેંકડો એરબસ અને બોઇંગ વિમાન માટે ઓર્ડર આપેલા છે. વિમાનોમાં આશરે ૯૦ ટકા સીટો ભરાઈ ગયા બાદ પણ એરલાઈન્સોને નુકસાનની ભરપાઈ થઇ રહી નથી. આ સ્થિતિ એ વખતે છે જ્યારે છેલ્લા ચાર વર્ષના ગાળામાં સ્થાનિક યાત્રીઓની સંખ્યામાં બે ગણો વધારો થઇ ચુક્યો છે. ભારત દુનિયાના સૌથી સસ્તા ડોમેÂસ્ટક એરલાઈન્સ માર્કેટ પૈકી એક છે. મુંબઈથી દિલ્હી માટે અઢી કલાકની ફ્લાઇટ માટે ૩૫૦૦ રૂપિયાના પ્રમોશનલ ટિકિટ સરળતાથી જાઇ શકાય છે. ભારત સરકાર એર ઇÂન્ડયામાં ડિસઇન્વેસ્ટમેન્ટ ઇચ્છે છે પરંતુ કોઇ યોગ્ય ખરીદદાર મળી રહ્યા નથી. ૭૬ ટકા હિસ્સેદારીની બોલી લગાવવા માટે કોઇ ખરીદદાર મળ્યા ન હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY