મોડી રાત્રે મોપેડ સવાર આશિફ નામના યુવકને હુમલાખોરોએ ૭-૮ ચપ્પુના ઘા ઝીકી પતાવી દીધો
સુરત, તા. ૭
ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઈબ્રેરી પાસેથી યુવાનની ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગઈકાલે મોડી રાત્રે આશિફ નામના યુવાનને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે. ઘટના સ્થળે સ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોનના આધારે યુવાનની ઓળખ થઈ હોવાનું કહીં રહી છે. જોકે, આંશિક નામના યુવાનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ આશિફના પરિવારજનોની પોલીસ પૂછપરછ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મરનાર શેખ મહમ્મદ આશિફ અબ્દુલ ગફુર (ઉ.વ.૨૨) લીંબાયત અમન સ્કૂલ નજીક ઇચ્છાબા સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આસિફ ચોકબજાર જનતા માર્કેટની એક દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. હાલ હત્યા પાછળ જૂની અદાવત કે લૂંટના ઇરાદે કરાઈ એ હાલ બહાર આવ્યું નથી. આશિફને ૭-૮ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોય એમ કહીં શકાય છે.
બનાવ અંગે રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળના આજુબાજુ સીસીટીવી કેમેરા પણ ન હોવાથી પોલીસને આજે બપોર સુધી હત્યારાઓ અંગે કોઈ ચોક્કસ કળી મળી નથી. રેલવે પોલીસ મૃતકના પરિવાર સભ્યો તેમજ મિત્રવર્તુળની પૂછપરક કરી હત્યાનું કારણ અને હત્યારાઓ અંગે ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



