હળવદમાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ધરણા અને રામધુન બોલાવી.

0
52

શહેરના આનંદપાર્ક વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો ધરણાના કાર્યક્રમમાં જોડાયા.

હળવદ મામલતદારને ગઈકાલે આવેદન પત્ર અપાયા બાદ આજે હળવદના આનંદપાર્કમાં પાટીદાર સમાજ દ્વારા રામધુન બોલાવી પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફ કરાય તેમજ અલ્પેશ કથીરીયાને જેલ મુકત કરવામાં આવે તેવી માંગ સાથે રામધુન બોલાવવામાં આવી હતી.

રાજયમાં ગામડે ગામડે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન તેમજ પ્રતિક ધરણાના પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે હળવદમાં આવેલ આનંદપાર્ક સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર ખાતે હળવદ પાટીદાર સમાજ દ્વારા હાર્દિકની માંગને સમર્થન કરી પ્રતિક ધરણા પ્રદર્શન તેમજ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના વડીલો, યુવાનો તેમજ મહિલાઓ આ ધરણાના કાર્યક્રમમાં જાડાયા હતા અને વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલની માંગ સંતોષવામાં આવે તેમ જણાવ્યું હતું.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY