મેળે મેળે મોરલડી હેલે ચડી….

0
36

હળવદમાં આઠમના મેળામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યું.

હળવદ પાલિક દ્રારા લોકમેળા નુ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું,પ્રમુખ ની મહેનત રંગ લાવી પાલિકા માં લાખોની આવક થઈ.

શહેરમાં આવેલ ભવાની ભુતેશ્વર મંદિર ખાતે ચાર દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન દર વર્ષની માફક આ વર્ષે પણ પાલીકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે મેળાને ખુલ્લો મુકાયા બાદ આજે મેળાના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમના દિવસે લોક મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે. ત્યારે મેળામાં રહેલ વિવિધ રાઈડ્‌સમાં પણ લોકોનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે. સાથે જ મેળામાં આવેલ વિવિધ સ્ટોલ સંચાલકોને મેળામાં ભારે ભીડ જામતા કમાણીમાં બખ્ખા બોલી ગયા છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હળવદ પંથકમાં વિવિધ લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે શહેરના ભવાનીનગર વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી ભવાની ભુતેશ્વર મંદીરના પટાગણમાં હળવદ પાલીકા દ્વારા દર વર્ષે સાતમ, આઠમ, નોમ અને દશમ એમ ચાર દિવસીય લોક મેળો યોજાતો હોય છે ત્યારે આ વર્ષે પણ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મેળાના બીજા દિવસે હૈયે હૈયું દયાળ એટલું માનવ મહેરામણ મેળો મ્હાલવા ઉમટી પડયા છે. સાથે જ મેળામાં રહેલ વિવિધ રાઈડ્‌સ, સ્ટોલ, ખાણી-પાણીના ધંધાર્થીઓને કમાણીમાં તડાકો બોલી ગયો છે.

ચાર દિવસીય ચાલનાર આ લોકમેળામાં આજે ભારે ભીડ જામી હતી તેમજ ખાસ કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોનો ધસારો જાવા મળ્યો હતો તો સાથોસાથ હળવદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ ચોકી સાથે બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. સમગ્ર મેળા ને સફળ બનાવવા પાલિકા ચિફ ઓફીસર સાગર રાડીયા નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ, મેળા સમિતિ ના ચેરમેન રેખાબેન ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી પાલિકાના સદસ્યો તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY