ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવ મંદિરે તા. ૦૮ અને ૦૯ ના રોજ ભાદરવી અમાસનો મેળો ભરાશે.

0
58

ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવ મંદિરે તા. ૦૮ અને ૦૯ ના રોજ ભાદરવી અમાસનો મેળો ભરાશે આ મેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,ભાવનગરના આયોજન સભાખંડ ખાતે એક બેઠક  તા. ૦૪ સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે યોજાઈ હતી.

આ બેઠકમાં કાયદો વ્યવસ્થાની જાળવણી સહિતની બાબતે ચોક્કસ નિર્ણયો લેવાયા હતા જેમ કે- પાર્કિંગ, લાઈટ, શ્રદ્ધાળુઓને સરળતાથી જવા આવવા માટે  એસ. ટી. બસની વ્યવસ્થા કરવી, કાર્યક્રમ સ્થળે સફાઈ કરાવવી,બેરીકેટની ખાસ વ્યવસ્થા કરવી, સરકારી વાહનો તથા ખાનગી વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી, પીવાના પાણીની વ્યવસ્થા, જમીન સમથળ કરવી, રસ્તા રીપેર કરવા, તરવૈયા, ક્રેઈન, ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવી, કન્ટ્રોલ રૂમ ખોલવો, રખડતા ઢોરને પકડવા જેથી જાનહાનિ ન થાય, સિંચાઈ વિભાગ હસ્તકનું રેસ્ટ હાઉસ પોલીસ સ્ટાફને રહેવા માટે ફાળવવુ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ટોઈલેટની વ્યવસ્થા કરવી, કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે પોલીસ ખાતા એ સતર્ક રહેવુ.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ માલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ ઠાકર, પોર્ટ ઓફીસરશ્રી સોંદરવા, સ્ટેટ માર્ગ મકાન કાર્યપાલક ઈજનેરશ્રી દોશી, એસ. ટી., પાણી પૂરવઠા, હોમગાર્ડ, બી. એમ. સી., પી. જી. વી. સી. એલ., હેલ્થ, ગ્રામ્ય, સીટી મામલતદાર કચેરી સહિતની કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY