જનસમુદાયમાં પોષણ બાબતે જાગૃતિ લાવવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્ધારા સમગ્ર દેશમાં પોષણ અભિયાન હેઠળ જનઆંદોલન સ્વરૂપે રાષ્ટ્રીય પોષણ માહની તા.૧ સપ્ટે. થી તા.૩૦ સપ્ટે. દરમિયાન ઉજવણી કરવામાં આવશે.
જે અંતર્ગત સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ચાલનાર આ અભિયાનમાં ખેડા જિલ્લાના તમામ ગામોના આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે પોષણ અભિયાન સાથે સંકળાયેલ વિવિધ વિભાગોના સહયોગથી પોષણ બાબતે જાગૃતિ લાવવા રાજય/જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય સ્તરે જુદી જુદી પ્રવૃતિઓનું આયોજન કરી પોષણ જાગૃતિ દ્ધારા કુપોષણ મુક્ત ગુજરાત અને કુપોષણ મુક્ત દેશ બનાવવા માટે પોષણ માહની ઉજવણી દ્ધારા સુપોષિત ગુજરાતનું નિર્માણ કરવા માટે પોષણ અભિયાનની વિગતોને અનુલક્ષીને નિયત કેલેન્ડર પ્રવૃતિ બનાવવામાં આવી છે. ખેડા જિલ્લામાં કાર્યાન્વિત આંગણવાડી કેન્દ્રોમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોનું વજન કરવામાં આવશે અને આરોગ્ય વિભાગના સંકલનથી મમતા દિવસે તમામ લાભાર્થીઓને રસીકરણમાં આવરી લેવામાં આવશે.
‘‘રાષ્ટ્રીય પોષણ માહ દરેક ઘરમાં પોષણ તહેવાર સપ્ટેમ્બર ૨૦૧૮ની ઉજવણી અંતર્ગત તાજેતરમાં નડિયાદમાં યોજાયેલ અભયમ મહિલા સંમેલનમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન અંકોલીયા અને સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી અને ખેડા જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ મનીષબેન પરમાર તેમજ અન્ય આગેવાનો, અધિકારીઓ, તેમજ ઉપસ્થિત મહિલાઓ દ્ધારા ખેડા જિલ્લામાં બાળકોને કુપોષણમુક્ત કરી સુપોષિત ગુજરાતના નિર્માણ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



