આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ માતરિયા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે જિલ્લા પ્રવાસન સોસાયટી દવરા પાર્કિંગ એરિયા,પ્રવેશ દ્રાર,અને બોક્ષ ડ્રેનેજનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા અને મહાનુભાવોની હજારીમાં કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારે માતરીયા તળાવ પ્રોજેક્ટ માટે સાડા નવ કરોડ રૂપિયાની માતમની ગ્રાન્ટ આપી હતી.જેમાં સાત કરોડ રૂપિયાના કામો થઈ ચૂક્યા છે અને હાલમાં વધુ બીજી ૨.૦૯ કરોડની ગ્રાંટ ફાળવી પાર્કિંગ એરિયા,પ્રવેશ દ્રાર,અને બોક્ષ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.તળાવને સુશોભિત કરી શકે એવા પ્રોજેક્ટો નગરપાલિકા દ્વારા અને ભરૂચ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા અને વહીવટી તંત્ર તરફથી ભરૂચ કલેકટર રવીકુમાર અરોરા તથા જિલ્લા પંચાયતના અધિકારી ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર: અંકિતા પાટણવાડિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





