કુકરવાડા ગામમાં તસ્કરોએ ત્રાટકી લાખોની મત્તા સાથે બાઇકની ચોરી કરી પલાયન.

0
10

ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે શિયાળની ઠંડીમાં પરીવારો ઉઘતા રહ્યા અને તસ્કરોએ ચાર મકાનોમાંથી સફાયો કરી સોના ચાંદીના દાગીના અને એક મોટર સાયકલ મળી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં લોકો ઉઘતા રહ્યા અને તસ્કરો ઉઘતા પરિવાજનોના ચાર મકાનમાં પ્રવેશી ઘરમાં રહેલા લોખંડના કબાટના તાળા તોડી તેમા રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી અંદાજીત લાખોની મત્તાની ચોરી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

કુકરવાડા ગામે રહેતા વર્ષાબેનના મકાનમાંથી તસ્કરો સોનાની ચેન, બુટ્ટી મળી રોકડા 7 હજારની તસ્કરી થઈ હોવાનું જણાવ્યું હતું. તો નજીકમાં જ રહેતા અલ્પેશના મકાનમાંથી પણ સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી અંદાજીત 7 થી 8 લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને કૈલાસબેનના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવતાં 10 તોલા સોનું, રોકડા રૂપિયા મળી અંદાજીત 3 થી 4 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યા બાદ ઘર આંગણે પાર્ક કરેલી એક મોટરસાયકલ પણ લઈ જતા ગ્રામજનોએ તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY