રાજકોટમાં પાણીના ખાડીમાં મહિલાની તરતી લાશ મળતાં ખળભળાટ મચ્યો

0
35


રાજકોટ,તા.૫
શહેરના મવડી મેઇન રોડ ઉપર કણકોટ નજીક એક પાણીના ખાડીમાં મહિલાની લાશ તરતી હોવાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને થતા દોડી ગયા હતા અને લાશને બહાર કાઢી હતી. મહિલાના મોઢે દુપટ્ટો બાંધ્યો હતો આથી મહિલાની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.પોલીસે અજાણી મહિલાની ભાળ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમમાં ખસેડી હતી.
ઘટના સ્થળે દોડી ગયેલ મવડી ફાયર સ્ટાફ તેમજ પોલીસના કહેવા મુજબ આ બનાવ ત્રણથી ચાર દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ મહિલા અચાનક પાણીની ખાડીમાં પડી કે કોઈએ તેમની ધક્કો મારી દીધો છે, આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો કે પછી હત્યાનો તે તમામ વાતનો જવાબ ફોરેન્સિક પીએમ બાદ બહાર આવશે. પોલીસે મૃતક મહિલાની તપાસ કરતા કોઇ આધાર કે પુરાવો મળવા પામ્યા નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY