દિલીપકુમારની તબિયત ફરી લથડી : હોસ્પીટલમાં દાખલ

0
13

નવી દિલ્હી, તા.૫
લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી એકવાર લડથી ગઈ છે. તેમની તબિયત બગડ્યા બાદ દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. લીલાવતી હોÂસ્પટલના ડિરેકટર ઓફ ઓપરેશન અજય પાંડેએ કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી. દિલીપકુમાર અહીં રૂટીન તપાસ માટે આવતા રહે છે. ૯૫ વર્ષીય અભિનેતા દિલીપકુમારના ટ્‌વીટર પેજ મારફતે તેમની તબિયતમાં સુધારાની વાત કરવામાં આવી છે. ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારના ટ્‌વીટર હેન્ડલથી તેમના આરોગ્યના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. ટ્‌વીટમાં લખવામાં આવ્યું છે કે દિલીપ કુમારને છાંતીમાં ઈન્ફેકશનના કારણે મુંબઈની લીલાવતી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપકુમાર એવા ઈન્ફેકશનથી રિકવરી કરી રહ્યા છે જેને લઈને તમામ લોકોની પ્રાર્થનાની જરૂર છે. આ પહેલા દિલીપકુમારને ઓગસ્ટ મહિનાના ્‌પ્રથમ સપ્તાહમાં હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તે વખતે ડીહાઈડ્રેશનના પરિણામ સ્વરૂપે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી દિલીપકુમારની તબિયત નિયમિત ગાળામાં બગડી રહી છે. બાબાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને એપ્રિલ મહિનામાં પણ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે તેમને તાવ, છાતીમાં ઈન્ફેકશન અને શ્વાસની તકલીફ થઈ હતી. દેવદાસ, મુગલે આઝમ, ગંગા જમુના જેવી યાદગાર ફિલ્મોમાં અભિનય કરનાર દિલીપકુમાર છેલ્લે કિલા ફિલ્મમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ ૧૯૯૮માં રજુ થઈ હતી. ૨૦૧૫માં દિલીપ કુમારને પદ્મવિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની તબિયત બગડતા ચાહકોમાં ચિંતા વધી છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY