‘ફ્લેશ’માં મેં જીવલેણ જોખમી સ્ટંટ કર્યા : સ્વરા ભાસ્કર

0
9

મુંબઈ,તા.૩૧
અભિનેત્રી સ્વરા ભાસ્કરે એવો દાવો કર્યો હતો કે મેં આગામી વેબ સિરિઝ ફ્લેશમાં દિલધડક સ્ટંટ જાતે કર્યાં છે જે દર્શકોને દંગ કરી નાખશે.
આ વેબ સિરિઝમાં મન ટ્રાફિકિંગની અને ખાસ તો કૂમળી વયની બાળકીઓને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવાની કથા છે. સ્વરાએ એમાં મુંબઇ પોલીસ દળની એેક પ્રમાણિક પોલીસ અધિકારીનો રોલ કર્યો છે. એ પોતાના સ્ટંટ બાબત ગૌરવપૂર્વક વાત કરતાં કહે છે કે અગાઉ મેં કદી કલ્પના પણ કરી નહોતી કે હું કિયારેક આવા જાખમી સ્ટંટ પણ કરીશ.
‘અલબત્ત, સિરિઝ સર્જકોએ સિકિયોરિટીની પૂરી વ્યવસ્થા કરી હતી. આમ છતાં જાખમો તો હતાંજ પરંતુ મેં પૂરતી પ્રેકિટસ કરી હતી અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યો હતો એટલે મારા સ્ટંટ હું જાતે કરી શકી હતી’ એમ સ્વરાએ કહ્યું હતું.
સ્વરાએ અગાઉ ઇટ્‌સ નોટ ધેટ સિમ્પલ નામે વેબ સિરિઝ કરી હતી. એ સિરિઝના ડાયરેક્ટર ડેનિસ અસલમે જ ફ્લેશનું પણ નિર્દેશન કર્યું છે. સ્વરા અને ડેનિસ વચ્ચે સારો એવો મનમેળ સ્થપાઇ ચુકવ્યો છે. બંને એેકમેકને બરાબર સમજી ચુકવ્યા છે.
સ્વરાએ કહ્યું કે અમે રોજ સોળેક કલાક શૂટિંગ કરીએ છીએ એટલે સાંજ પડયે થાકી જવાય છે. ફ્લેશ સિરિઝ આઠ એપિસોડની હશે. એથી વધુ લાંબી નહીં હોય એમ પણ એણે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY