રાજપીપલા નજીક કરાંઠા ગામે રહેતી એક આદિવસી યુવતી ને ઘરે આવતા મોડું થતા ઘરેથી મળેલ ઠપકો સહન ના કરી સકી એટલે તેને ઘરમાં પડેલી ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી તેની સહી સુકાય નતી ત્યાંજ તેજ દિવસે ગરુડેશ્વર ના જુનવદ ના કિશોરે પણ આવુજ પગલું ભરી મોત ને આમંત્રણ આપ્યું હતું
પોલીસે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કરાંઠા ગામે રહેતી દક્ષા પ્રભાત વસાવા (17 વર્ષ )નામની તરુણી ને ઘરમાંથી ઠપકો મળતા ઝેરી દવા પી મોત મેળવ્યું હતું તેજ દિવસે ગરુડેશ્વર તાલુકા ના જૂનવદ ગામના સંજય રમેશ તડવી (16 વર્ષ ) એ પણ કોઈક કારણોસર પોતાના ઘરમાંજ ઝેરી દવા પીધા બાદ રાજપીપલા સિવિલ ત્યાર બાદ વડોદરા લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે .
ઉપરાછાપરી નાની વય ના માસુમો આવું પગલું ભરતા પરિવાર પર તો દુઃખ આવીજ પડે છે પરંતુ જિલ્લા માં બનતા આવા બનાવો નું વધતું પ્રમાણ ચિંતાજનક છે ત્યારે તેને અટકાવવા કોઈ વિકલ્પ
શોધવો જરૂરી થઈ પડ્યો છે .
ભરત શાહ રાજપીપલા પ્રતિનિધિ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







