આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે ત્યારે નર્મદા જિ્લા ની 181 હેલ્પલાઇનની સેવા કાબિલેતારીફ  

0
167

સમગ્ર ગુજરાત માં ૪૫ રેસ્ક્યુ વાન સાથે લાખો મહિલાે મદદરૂપ થનાર આ સેવા ની નર્મદા જિલ્લા માં ફક્ત એકજ રેસ્ક્યુ વાન હોવા છતાં પ્રસંસનીય કામગીરી 

નર્મદા જિલ્લામાં માં ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી કુલ ૨૪૬૩ કોલ આવ્યા જેમાં ૭૩૯ કેસો માં રેસ્ક્યુ વાન સ્થળ પર પોહચી મદદરૂપ બની જયારે અન્ય સમસ્યાઓ માં ટેલિફોનિક સલાહ સૂચન અને માર્ગદર્શન આપી નિરાકરણ લવાયું

આવતી કાલે ૮ મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં વસતી આદિવાસી અભણ મહિલાઓ ની સાચા અર્થ માં સેવા કરનાર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની સફળ સેવાને કેમ ભુલાય? કેમકે આ સેવાના મુખ્ય સ્થંભ ગણાતા મહિલા કાઉન્સિલરો અને મહિલા કોન્સ્ટેબલો ની સારી કામગીરી થી જિલ્લા ની પીડિત મહિલાઓ નો સારો બચાવ થયો છે જેમાં ૨૦૧૪ થી શરૂ થયેલી આ નિઃશુલ્ક સેવા માં હાલ ૨૦૧૮ સુધીમાં કુલ ૨૪૬૩ કોલ મળ્યા જેમાંથી ૭૩૯ મહિલાઓની સ્થળ પર જઈ આ ટીમે મદદ કરી જયારે બાકી ના કોલ નું ટેલિફોન દ્વારા નિરાકરણ હતું જેમાં જરૂરી સલાહ અને માર્ગદર્શન અપાયું હતું.

આમ તો આ સેવા મહિલાઓ સાથે થતી શારીરિક ,માનસિક ,જાતીય ,આર્થિક તેમજ કાર્યસ્થળે થતી સતામણી સહીત ની ઘણી જવાબદારીઓ તદ્દન નિઃશુલ્ક રીતે દૂર કરવા તમામ પ્રયાસો કરે છે પરંતુ તેમાં જે તે કર્મચારીઓની સારી ભાવના પણ મહત્વનો ભાગ ભજવે છે જે નર્મદા 181 ની ટીમ ના કર્મચારીઓ માં હંમેશા જોવા મળી છે ત્યારે આ મહિલા દિને આ ટીમ ની કામગીરી ને બિરદાવી ઘટે
.
પ્રતિનિધિ નર્મદા જિલ્લો
ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY