ભરૂચની જનતા એ શહીદ સ્મારક માટે ના જનમત સંગ્રહ ( સહી ઝુંબેશ ) માં ઇતિહાસ રચ્યો

0
238

ભરૂચ:
આજરોજ સવારે ભરૂચ વિરોધપક્ષ દ્વારા ૧૦:૦૦થી ૧;૦૦ દરમ્યાન થયેલ સહી ઝુબેશ ઉપાડી હતી. જેમાં ૧૦૦% લોકો એ સોનેરી મહેલ પાસે આવેલ 7X કોરીડોર બિલ્ડિંગની આગળની જમીન ફક્ત અને ફક્ત શહીદ સ્મારક માટે જ સરકારે ફાળવવી તેવો પોતાનો મત સહી કરી વ્યક્ત કર્યો. એમ કોંગ્રેસ નું તારણ છે તો બીજી તરફ નગરપાલીકામાં બંધ બારણે બીલ્ડરને જમીન આપવા સંમતી આપનારા ભાજપના તમામ કોર્પોરેટરો જેઓ પ્રજા અને મિડીયાની સામે આવી પોતાનો મત આપવાથી દુર રહ્યા હતા. જોકે દૂર રહેવાનું કારણ સીધી કે આડકતરી રીતે બિલ્ડરના પાર્ટનર કોઈ ભાજપના નેતા હોવાની ચર્ચા એ જોર પકડયું હતું. જેથી આ નેતાને એમ છે કે સત્તા આગળ જનતાનું ચાલે નહીં ફક્ત નેતાઓ જે કરે તે જ કાયદો બને. જનતાને ફાયદો થાય કે નુકશાન પણ નેતાઓ પોતાનો ફાયદો જ વિચારે છે, જોકે જનતા સર્વોપરી છે અને જનતાએ પણ શહીદ સ્મારક ની તરફેણમા મતદાન કર્યું છે, તો હવે આવનારા દિવસોમા જોવુ રહ્યુ કે જીત જનતાની થાય છે કે ભ્રષ્ટાચારીઓની ? સ્પષ્ટ જનાદેશ માટે ભરૂચની જનતાનો કોંગ્રેસે આભાર આભાર પ્રગટ કર્યો હોય તેમ સુત્રો દ્વારા જાણવા મળે છે.
જોકે આ જમીન કોઈ પણ ભોગે બિલ્ડરને હસ્તક થશે, રોડ પહોળો કરવાના બહાના હેઠળ આ જગ્યાને વિભાજીત કરીને આખરે બિલ્ડરને શરણે તંત્ર પડશે આમ લોક ચર્ચા ચાલી રહી છે.
વિરોધપક્ષ દ્વારા ઉઠાવાયેલ આ સહી ઝુંબેશના લોકમત સહી વાળા બેનર કલેકટરને સુપ્રત કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY