નેત્રંગ-મોવીના અમરાવતી નદી પર આવેલ પુલ ગમે તે સમયે ધરાશાયી થવાની શક્યતા : જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા.

0
879

તંત્ર તો સમયસર નહિ જાગે તો આવનાર ટુક જ સમયમાં જાનમાલને નુકશાન થવાની શક્યતા.

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ અમરાવતી નદી પરનો પુલ ગમે તે સમયે તુટી પડે તેવી શક્યતાઓ જણાય રહી છે, જેમાં પુલના નીચેના ભાગના પીલ્લરોમાં છેલ્લા કેટલાક સમયથી સળીયા અને મોટી-મોટી તિરાડો પડવા છતાં જવાબદાર માગઁ અને મકાન વિભાગને પ્રાથમિક ધોરણે પણ સમારકામની કરવાની ફુરસત મળી ન હતી, જેથી અમરાવતી નદી પરના પુલ પર સતત નાના-મોટા માલ સામાન સહિત વાહનોની અવર-જવરના કારણે પુલના નીચેના ભાગના પીલ્લરો ધરાસાયી થઇ જવા પામ્યા છે, જેથી વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે, જ્યારે માગઁ અને મકાન વિભાગ કુંભકણઁની નિંદ્રામાં વ્યસ્ત હોય તેવું સ્પષ્ટપણે જણાય રહ્યુ છે, જાણે મોટા ગમખ્વાર અકસ્માત અને જાનહાનીની ઘટનાની રાહ જોયને બેઠા હોય તેવું જણાય રહ્યુ છે, જેથી નેત્રંગના આમ પ્રજા સહિત વાહનચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે,
જ્યારે બીજી તરફ નેત્રંગ-મોવી રોડ ઉપરનો અમરાવતી નદી પરનો પુલ ગમે ત્યારે તુટી પડવાની સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડી રહ્યુ છે, જેથી જવાબદાર માગઁ અને મકાન વિભાગ અને સરકારીતંત્ર એકસનમાં આવી નેત્રંગ-મોવી રોડ ઉપર સતત ચાલતો વાહનવ્યવહાર તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવુ લોકમુખે ચચૉઇ રહ્યુ છે, જ્યારે કમનસીબે અમરાવતી પરનો પુલ તુટી પડે તો મોટી હોનારત સજૉય શકે છે, તો આના માટે જવાબદાર કોણ રહેશે તે અંગ માગઁ અને મકાન વિભાગ સહિત સરકારીતંત્રમાં જ અસજમંસની સ્થિતિ ઉભી થશે. જેથી આગામી ટુંક સમયમાં જ પુલનું યુધ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જોકે કાંટીપાડાથી મૌઝા વચ્ચેના પાંચ પુલ સાવ જજઁરીત,નવા પુલો બનાવવા અત્યંત જરૂરી થઈ પડ્યા છે.
અંબાજીથી ઉમરગામ સુધી જોડતા રાષ્ટ્રીય ધોરી માગઁ પર નેત્રંગના કાંટીપાડાથી લઇ મૌઝા ગામ સુધીના રસ્તા પરના પાંચ પુલ અત્યંત જજઁરીત હાલતમાં જણાય રહ્યા છે, જેમાં પાચેય પુલ રોડ ઉપરથી તો સારી હાલતમાં દેખાય રહ્યા છે,પરંતુ નીચેથી જોઈએ તો સિમેન્ટ ક્રોંકીટમાંથી સળીયા બહાર દેખાય રહ્યા છે, પુલની બંને બાજુની રેલીંગ તુટીને પાણીમાં તણાઇ ગઇ છે, જ્યારે સુરક્ષા માટે લગાવવામાં આવેલા લોખંડના ગદર પણ તુટીને પડી ગયા છે, જોકે જવાબદાર માગઁ અને મકાન વિભાગ મોટો ગમખ્વાર અકસ્માત અને જાનહાનીની ઘટનાની રાહ જોય રહ્યુ છે તેવું લાગી રહ્યુ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY