ન્યુ દિલ્હી,તા.૬
એમેઝોન પર જા તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો તમારે સાવચેત રહેવાની જરુર છે.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમા સામે આવેલા મામલા પ્રમાણે હેકર્સે એમેઝોનના ગ્રાહકોના રિફંડના કરોડો રૂપિયા હડપ કરી લીધા છે. લગભગ ૧૫૦૦ ગ્રાહકો તેનો શિકાર બન્યા છે.
હેકર્સે હેકિંગ કરીને ગ્રાહકોની બેન્ક એકાઉન્ટ ડીટેલ કાઢી હતી અને રિફંડના પૈસા પોતાના ઈ વોલેટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ગ્રાહકોએ રિફંડ નહી મળ્યુ હોવાની ફરિયાદ કરી ત્યારે કંપનીએ એક ઈન્ટરનલ ઓડિટ કરાવ્યુ હતુ અને તેમાં ઉપરોક્ત વિગતો સપાટી પર આવી હતી.
જે ગ્રાહકો ખરીદાયેલો સામાન પાછો આપવા માંગતા હોય તેમના બેંક એકાઉન્ટ ડિટેલને એમેઝોન દ્વારા પોતાની એકાઉન્ટ પ્રોફાઈલ સાથે જાડવામાં આવતી હતી. કોઈક રીતે હેકર્સ તેમનો મોબાઈલ નંબર મેળવી લેતા હતા. એ પછી ગ્રાહકોને એમેઝોનના અધિકારી બનીને ફોન કરતા હતા. એ પછી રિફંડ આપવા મોબાઈલ પરનો ઓટીપી માંગી લેતા હતા. ઓટીપી મેળવ્યા બાદ ગ્રાહકની બેંક ડીટેઈલની જગ્યાએ ઈ વોલેટ ડિટેલ ભરીને રિફંડ બારોબાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. આ મામલામાં એમેઝોન કંપનીએ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



