સુરતનો પ્રથમ કિસ્સો : આઈવીએફ ટ્રીટમેન્ટથી ૬૨ વર્ષની મહિલા માતા બની

0
7

સુરત,તા.૮
હાલમાં જ એક ફિલ્મ આવી, ‘બધાઇ હો’. આ ફિલ્મથી ઓલ્ડ એજ પ્રેગ્નેન્સી વાતો સમાજમાં ફરી વહેતી થઇ. જા કે એ તો ફિલ્મ હતી. પણ રિયલ લાઇફમાં આ પ્રકારની ઘટના સામાન્ય રીતે ઓછી સાંભળવા મળે. ૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે ૦૮.૩૦ કલાકે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં સુરતના ૯ વ્યકિતઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં માતાએ ૨૮ વર્ષનો છોકરો અને ૨૬ વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. માતા અંદરથી સાવ તૂટી ગઇ હતી. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ આઈવીએફ વિશે જાણ્યું અને કંઇ પણ વિચાર કર્યાં વગર ઘરમાં જઇને માતા-પિતાને કહી દીધું કે ‘આ ઘરમાં ભાઇ ફરીથી આવશે.’ બસ, પછી તો ગેહલોત પરિવારમાં ફરીથી આશાનો જન્મ થયો.
ફરી પિતા બનનાર વ્યકિતએ જણાવ્યું કે મારી દિકરીએ મને ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપવાની વાત કરી ત્યારે મેં પહેલાં તો ના પાડી. વિચાર્યું કે ‘લોકો શું કહેશે, પરંતુ મારી પત્ની અને દિકરીએ કહ્યું કે, ‘લોકો જે કહે એ, લોકો ભલે કહે, કહેવાવાળા તો કહેશે જ. સમાજની ચિંતા કર્યાં વગર અમે ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય લીધો અને આજે અમારે ત્યાં દિકરાનો જન્મ થયો.
ડોક્ટરનાં કહેવા પ્રમાણે સામાન્ય રીતે ૫૦ વર્ષથી નાની મહિલાઓ ટેસ્ટ ટ્યુબની સારવાર માટે આવતી હોય છે. જ્યારે મધુબેન અમારી પાસે આવ્યા ત્યારે મને પણ થોડું આશ્ચર્ય થયું. એમની વાત સાંભળીને મેં પણ નક્કી કર્યું કે હું આ કેસમાં મારા ૧૦૦ ટકા પ્રયાસ કરી. મધુબેનનું હૃદય, બી.પી, ડાયાબિટિસ બધુ જ નોર્મલ હતું, ત્યાર બાદ ટ્રીટમેન્ટ શરૂ કરી અને પહેલી ટ્રાયે સફળતા મળી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY