ભારતમાં ઓક્ટોબર મહિનાથી વિમાનમાં ફોન અને ઈન્ટરનેટની સુવિધા મળશે

0
22

ન્યુ દિલ્હી,તા.૯
બહુ જલ્દી ભારતમાં પણ હવાઈ મુસાફરી દરમિયાન ફોન કોલ્સ અને ઈન્ટરનેટની સુવિધા શરૂ થવા જઈ રહી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે ઓક્ટબર મહિનાથી ઈન ફ્લાઈટ કનેક્ટિવિટીની સુવિધા આપવાનુ નક્કી કર્યુ છે. જાકે આ સુવિધા માટે વિમાનોને સજ્જ કરવા માટે એરલાઈન્સને પ્રતિ વિમાન ૭.૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
જેનો અર્થ એ થયો કે શરૂઆતમાં આ સુવિધા મુસાફરોને બહુ મોંઘી પડશે. નેટ કનેકશન માટે એરલાઈન પ્રતિ અડધો કલાકથી કલાક માટે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા ચાર્જ કરી શકે છે. જાકે આ સુવિધા ફરજિયાત નહી હોય.
જાણકારોના કહેવા પ્રમાણે આગામી વર્ષોમાં આ સુવિધા બિઝનેસ, ગોલ્ડ ક્લાસના મુસાફરો કે લોયલ્ટી કાર્ડ હોલ્ડર્સને મફત મળી શકે છે. હાલમાં કેટલીક આંતરરષ્ટ્રિય એરલાઈન્સ વિમાનમાં ફોન અને ઈન્ટરનેટની સુવિધા ફ્રીમાં આપી રહી છે.
આ પહેલા ટ્રાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એરક્રાફ્ટ એક વખત ૩૦૦૦ ફૂટની ઉંચાઈએ પહોંચે તે પછી જ ફોન કોલ્સ કરવાની મુસાફરોને છુટ મળશે. આ માટે ફોનના એરપ્લેન મોડને ઓફ રાખવો પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY